1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ:સોરાષ્ટ્ર યુનિ.ખાતે તા.20 ઓક્ટોબર થી લશ્કરી ભરતી મેળો યોજાશે
રાજકોટ:સોરાષ્ટ્ર યુનિ.ખાતે તા.20 ઓક્ટોબર થી લશ્કરી ભરતી મેળો યોજાશે

રાજકોટ:સોરાષ્ટ્ર યુનિ.ખાતે તા.20 ઓક્ટોબર થી લશ્કરી ભરતી મેળો યોજાશે

0
Social Share
  • શહેરમાં લશ્કરી ભરતી મેળો યોજાશે
  • સોરાષ્ટ્ર યુનિવર્સીટી  ખાતે આયોજન 
  • આગામી તા.20 ઓક્ટોબરથી યોજાશે મેળો 

રાજકોટ:રાજકોટમાં લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે.આગામી તારીખ 20 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી આ મેળો યોજાશે.શહેરના સોરાષ્ટ્ર યુનિવર્સીટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

યોજનારા ભરતી મેળામાં ક્રમશ રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રેલીને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી, રોજગાર, જીલ્લા પોલીસ સહિત વિવિધ વિભાગો સાથે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું હોવાનું રિક્રુટમેન્ટ મેડિકલ ઓફિસર મેજર વિક્રાંત તલવારની યાદીમાં જણાવાયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code