1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોને તમામ સેવાઓ હવે વ્હોટ્સએપ પર અપાશે
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોને તમામ સેવાઓ હવે વ્હોટ્સએપ પર અપાશે

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોને તમામ સેવાઓ હવે વ્હોટ્સએપ પર અપાશે

0
Social Share

રાજકોટઃ સમયની સાથે ટેકનોલોજીમાં પણ બદલાવ આવી રહ્યો છે. અને ટેકનોલોજીની મદદથી જ લોકસેવાઓનું પણ સરળીકરણ કરી શકાય છે. રાજકોટ શહેરમાં  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે મનપાની ફરીયાદો અને સેવાઓ ખુબ સરળ પ્લેટફોર્મ વ્હોટ્સએપ પર મુકવાની જાહેરાત કરી છે. જેમાં ટેક્સ બીલ-રિસિપ્ટ, જન્મ-મરણના દાખલાઓ વગેરે જેવી તમામ સેવાઓ હવે વ્હોટ્સએપ પર ઉપલબ્ધ રહેશે. આ મુદ્દે મ્યુનિ. કોર્પોરેશનની સેવાઓ વ્હોટ્સએપ પર આપવા સહિતની 25 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશના અન્ય મહાનગરોમાં પણ મોબાઈલ ફોનમાં વ્હોટ્સએપ દ્વારા જરૂરી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.  હાલ પંજાબમાં આંશિક રીતે આ સેવા ચાલી રહી છે. તો મુંબઇમાં હવે શરૂ થવાની છે. સંપૂર્ણ કક્ષાએ વ્હોટ્સએપ પર ફરિયાદો અને સેવાઓ આપનારા  રાજકોટ મહાનગર પૂરા દેશમાં પ્રથમ બનવા જઇ રહ્યું છે.  આજે મંગળવારે સ્ટે.કમીટીની મીટીંગમાં  દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.  હવે વ્હોટ્સએપ પર ફોટો કે વિડીયો સાથે પણ રસ્તા, ગટર, પાણી, સફાઇ સહિતની ફરિયાદો મોકલી શકશે. નવો નંબર મળ્યા બાદ તુરંતમાં સેવા શરૂ કરવાની જાહેરાત કરાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ  મહાનગરપાલિકા દ્વારા સમય અને આઘુનિક ટેકનોલોજી સાથે તાલ મીલાવી શહેરીજનોને ઝડપી અને પારદર્શક સેવાઓ મળી રહે તે માટે ઇ-ગવર્નન્સના પ્રોજેકટ હેઠળની અલગ અલગ સેવાઓને વેબસાઈટ તેમજ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન કરવામાં આવી છે. હાલમાં વ્હોટ્સએપ એ વિશ્વભરમાં મોબાઈલમાં સૌથી વધારે વપરાતી ચેટ એપ્લીકેશન છે, જે ઉપયોગમાં ખૂબ જ સરળ છે. વ્હોટ્સએપ લોકોને ટેક્સ્ટ મેસેજ, મલ્ટીમીડિયા મેસેજ, ઓડિયો-વીડીયો ફાઈલો, પીડીએફ ફાઈલો વગેરેની સરળતાથી આપ-લે કરી શકાય તેવી સુવિધા આપે છે.

દરમિયાન રાજકોટ મ્યુનિના પદાધિકારીએ જણાવ્યુ હતું કે,  આઈટી વિભાગ દ્વારા વોટસએપ પર ચેટ બોટ ઈનહાઉસ બનાવવામાં આવ્યું છે અને વ્હોટ્સએપ બિઝનેસ એપીઆઇ માટે ટેન્ડર દ્વારા ભાવ મંગાવવામાં આવતા રૂટ મોબાઇલ લી. સીલેક્ટ થયેલો છે અને તેઓ દ્વારા વ્હોટ્સએપ બિઝનેસ એપીઆઇ ત્રણ વર્ષ માટે ફ્રીમાં આપવામાં આવેલ છે જે અંતર્ગત ચેટ બોટ પર કોઈ પણ સીટીઝન દ્વારા મેસેજ કરવામાં આવે અને ચેટ શરૂ કરવામાં આવે તેમાં તંત્રને કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહી આમ આ ચેટ બોટ મહાનગરપાલિકાને ત્રણ વર્ષ માટે વિના મુલ્યે ચાલશે. મનપા દ્વારા ફરીયાદો ઓનલાઇન અને વ્હોટ્સએપ પર લેવાયા બાદ જુદી જુદી સેવાઓના બીલ પણ ઓનલાઇન મોકલી શકશે. સ્ટે. કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે,  બીઝનેસ એકાઉન્ટ પરથી પ્રતિ બીલ 30 પૈસાના ચાર્જથી કોર્પો. પ્રોપર્ટી સહિતના ટેકસના બીલ ભવિષ્યમાં નાગરિકોને મોકલી શકશે. હાલ મનપા પોસ્ટ મારફત બીલ મોકલવામાં આથી પણ વધુ ખર્ચ કરે છે તે ઉલ્લેખનીય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code