1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ :બેંક કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન,બેનરો સાથે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા
રાજકોટ :બેંક કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન,બેનરો સાથે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા

રાજકોટ :બેંક કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન,બેનરો સાથે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા

0
Social Share
  • બેંકનાં કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર
  • 22 જેટલી માંગોને લઈને વિરોધ પ્રદર્શન
  • બેનરો સાથે સરકાર વિરોધી સુત્રોચ્ચાર

રાજકોટ:દેશભરમાં આજથી બે દિવસ માટે બેંકોમાં હડતાળ છે.બેંકોના ખાનગીકરણ સહિતના પ્રશ્નોને લઈને બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. ત્યારે રાજકોટના જયુબેલી નજીક 500 જેટલા બેંક કર્મચારીઓ એકત્રિત થઇ અને શરીર પર અલગ-અલગ બેનરો લગાડીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

NPS બંધ કરવા, જૂની પેંશન યોજના લાગુ કરવા સહિતની 22 જેટલી વિવિધ માંગોને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ સાથે સરકાર અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા અને જો સરકાર દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

નોંધનીય છે કે, બેંક હડતાળને કારણે કરોડોનાં વ્યવહારો અટકી પડતા અર્થતંત્રને મોટું નુકસાન થવાની સંભાવના છે. ત્યારે સરકાર આ મામલે તાત્કાલિક પગલાં લે તે જરૂરી બન્યું છે.

 

 

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code