
રાજકોટ: કામકાજ દરમિયાન પાણીની પાઈપ તૂટી ગઈ,હજારો લીટર પાણીનો વેડફાટ
- રોડ બનાવતા દરમિયાન પાણીની પાઈપ તૂટી
- હજારો લીટર પાણીનો વેડફાટ
- ક્યારેક લોકો પાણી માટે પછાડે છે માટલા
રાજકોટ: શહેરના રિંગરોડ વિસ્તારમાં કામગીરી દરમિયાન પાણીનીપાઈપ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોય તેવું સામે આવ્યું છે. જાણકારી અનુસાર પાણીની પાઈપ તૂટી જતા ત્રણ કલાક સુધી પાણીનો વેડફાટ થયો છે અને પાણીના વધારે પ્રેશરના કારણે પાણીનો ફુંવારો 10 ફુટ જેટલી હવામાં ઉપર પણ ઉડતો હતો.
ઉલ્લેખનીય છે કે,રાજકોટ શહેરના મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે કરગરીને નર્મદા નીરની માંગણી કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટમાં આજે ફરી લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ 2 એટલે કે નવા રિંગરોડ પર આજે સવારે 8 વાગ્યા આસપાસ રિંગ રોડ બનાવવાની ચાલુ કામગીરી દરમિયાન જેસીબી મદદથી ખોદકામ થતું હોવાથી નીચે રહેલી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું
અવારનવાર આ રીતે રોડ રસ્તા તેમજ ઓવર અને અન્ડરબ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે પાણીના વેડફાટની ઘટના સામે આવી રહી છે.