
સની દિઓલની ફિલ્મ લાહોર 1947નું ટુંક સમયમાં જ શુટીંગ શરુ કરશે રાજકુમાર સંતોષી
મુંબઈઃ ગદર 2ની સફળતા બાદ સની દેઓલની ફિલ્મ લાહૌર 1947 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરવાના છે. તેઓ આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર બનાવી રહ્યા છે. ત્રણે દિગ્ગજ પહેલી વાર એક ફિલ્મ માટે સાથે આવ્યા છે. આ ફિલ્મને લઈને એક નવી જાણકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સની આ ફિલ્મના શૂટિંગ માટે પૂરી રીતે તૈયાર છે.
રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના સેટનુ કામ પ્રગતિ પર છે અને આગલા અઠવાડિયાથી શૂટિંગ ચાલુ થવાની આશા છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, નિર્દેશક રાજકુમાર સંતોષી ફિલ્મ માટે ખાસ વિઝન ધરાવે છે અને તેમણે મડ આઇલેન્ડના વૃંદાવન શૂટિંગ સ્ટુડિયોમાં સીનને ફિલ્માવવા માટે એક શરણાર્થી શિબિર સ્થાપિત કરી છે.
માહિતી મુજબ, ફિલ્મનું શૂટિંગ 12 ફેબ્રુઆરીથી ચાલૂ થશે. ફિલ્મના નિર્દેશકએ ખુલાસો કર્યો છે કે તે આ ફિલ્મના સંગીત માટે ઓસ્કાર વિજેતા એઆર રહેમાન અને ગીતકાર જાવેદ અખ્તરની સાથે કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, આ મોટા બજેટની ફિલ્મ માટે, સંગીતકારના રૂપમાં એ.આર. રહેમાન સિવાય બીજા કોઈને વિચારી શકતો નથી, તે આ ટાઈમે વિશ્વના ટોચના સંગીતકારો માંથી એક છે. તે ખરેખર એક ડ્રીમ ટીમ છે. આવી ફિલ્મ માટે આખી કાસ્ટ એકસાથે આવવા દુર્લભ છે. બધી સકારાત્મકતા સાથે અમે જલ્દી ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું.