1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યા રામ મંદિર નિર્માણ: હવે તમે પણ આપી શકો છો મંદિરનિર્માણને લઈને પોતાનો અભિપ્રાય
અયોધ્યા રામ મંદિર નિર્માણ: હવે તમે પણ આપી શકો છો મંદિરનિર્માણને લઈને પોતાનો અભિપ્રાય

અયોધ્યા રામ મંદિર નિર્માણ: હવે તમે પણ આપી શકો છો મંદિરનિર્માણને લઈને પોતાનો અભિપ્રાય

0
  • રામ જન્મભૂમિ પરિસરની ડીઝાઇન હવે તમારા હાથમાં
  • ટ્રસ્ટે લોકો પાસેથી માંગ્યા સૂચનો
  • 25 નવેમ્બર સુધીમાં ઇમેલ દ્વારા મોકલાશે સૂચનો

અયોધ્યા: તમે અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિરની ડિઝાઇન માટે પણ તમારો આઈડિયા આપી શકો છો. આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા નિ:શુલ્ક સૂચનો અપાયા છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર અયોધ્યામાં 70 એકરમાં બનાવવામાં આવી રહ્યું છે. આ સૂચનો રામ મંદિરથી જોડાયેલા પ્રોજેકટથી સંબધિત હોવા જોઈએ જેમ કે, ધર્મ મંદિર, ધાર્મિક વિધિઓ, સંસ્કૃતિ અને વિજ્ઞાન. આ વિશે વધુ માહિતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

કોઈપણ સૂચનને સ્વીકારવા,અપનાવવા અથવા નકારવાનો છેલ્લો નિર્ણય ટ્રસ્ટનો રહેશે. કોઈપણ વ્યક્તિ,નિષ્ણાંત, આર્કિટેક્ટ અથવા ડિઝાઇનર 25 નવેમ્બર 2020 સુધીમાં ઇમેઇલ દ્વારા તેના વિશે સૂચનો સબમિટ કરી શકે છે. નીચે આપેલ ઇમેઇલ આઈડી આ માટે આપવામાં આવી છે.

suggestions@srjbtkshetra.org
aida.rjbayayodhya@gmail.com
design@tce.co.in

તો આ વખતે અયોધ્યાના દીપોત્સવનો નજારો ખૂબ જ વિશેષ બનવા જઈ રહ્યો છે. રામ મંદિરના નિર્માણ બાદ પ્રથમ દીપોત્સવમાં પણ રામ મંદિરના નિર્માણનો આનંદ જોવા મળશે. અયોધ્યાના મુખ્ય કાર્યક્રમોમાં સરયુ તટ કિનારે રામની પૈડી પર ભવ્ય ઉત્સવો, બીજું રામ કથા પાર્ક ખાતે રામલીલાનું મંચન અને ત્રીજું આકર્ષણ સાકેત કોલેજમાંથી નીકળતી રામાયણના પ્રસંગો પર આધારિત જાંખીઓ હશે.

આ વર્ષના તહેવારને ખાસ બનાવવા માટે રામની પૈડી પાસે આશરે 6 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. દીપોત્સવ દરમિયાન રામની પૈડી પાસે દીવાથી રોશન કરવાની જવાબદારી અવધ યુનિવર્સિટીને મળી છે.. આ માટે યુનિવર્સિટીએ 7 હજાર સ્વયંસેવકો સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code