
દિલ્હીઃ સનાતન ધર્મના ધર્મગ્રંથોમાં મહાભારાત અને રામાયણનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રી રામ અને તેમની વાનર સેનાએ રામેશ્વરમ ખાતે દરિયામાં પથ્થરની પુલ બનાવ્યો હતો. રામેશ્વરમ નજીક રામસેતુના હજુ અવશેષો ઉપલબ્ધ છે. ભગવાન શ્રી રામના નામ ઉપર જ્યાં પથ્થર પણ તરી ગયા હતા તે રામસેતુને હવે વિશ્વના પ્રવાસન સ્થળ ઉપર મુકવાની કેન્દ્રની ભાજપ સરકારે કવાયત તેજ કરવામાં આવી છે. પ્રાચીન રામસેતુને હવે વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર અને વિશ્વ પ્રવાસનના નકશામાં મુકવામાં આવશે.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિમાં રામસેતુ સામેલ થવું જોઈએ રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરી હતી. ભગવાન શ્રી રામ અને સનાતન ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ વિરાસતને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરવું જોઈએ દક્ષિણ ભારતના રામેશ્વરમ નજીકથી શ્રીલંકાના ઉત્તર દરિયાકાંઠે મન્નાર ટાપુ સુધી વિસ્તરેલો આ રસ્તો ભારત-શ્રીલંકા ઉપરાંત સમગ્ર વિશ્વમાં અવસ્થા પ્રતિક સમાન છે. શ્રીલંકા પહોંચવા માટે ભગવાન શ્રી રામની વાનર સેનાએ સ્થાનિક આદિવાસીઓની મદદથી રામના નામે પથ્થર દરિયામાં નાખીને રામસેતુનું નિર્માણ કર્યું હતું.
અયોધ્યાથી લઇ રામેશ્વરમ અને શ્રીલંકા સુધીના ભગવાન રામ અને રાવણના યુદ્ધ ને લગતી પૌરાણિક કથાઓ અને સ્થળોને જોડીને એક સંપૂર્ણ રામ યાત્રા નું નિર્માણ કરવા સાથે સાથે રામસેતુને કાયમી ધોરણે સુરક્ષિત કરવા માટે હવે તેને રાષ્ટ્રીય ધરોહરની માન્યતા આપવાનું કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદ પટેલે જાહેર કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે.