
- રણબીર અને આલિયા કરશે લગ્ન
- આ મહિનામાં થઇ શકે છે લગ્ન
- નજીકના સૂત્રએ આ વાતનો કર્યો ખુલાસો
મુંબઈ:બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટના લગ્ન વિશે ફેન્સ ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા છે.આ જ કારણ છે કે,બંનેના લગ્ન સાથે જોડાયેલા કેટલાક સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતા રહે છે.હવે રણબીર અને આલિયાના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.હાલમાં જ સામે આવી રહેલા સમાચાર મુજબ આ કપલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યું છે.રિપોર્ટ અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એપ્રિલમાં લગ્ન કરશે.આ વાતનો ખુલાસો બંનેના નજીકના સૂત્રોએ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,રણબીર અને આલિયાના નજીકના એક સૂત્રએ માહિતી આપી હતી કે,બંનેએ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે.આ સ્ટાર કપલ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એક ખાનગી સમારંભમાં સાત ફેરા લેશે.આ સિવાય તાજેતરમાં જ રણબીર કપૂરની માતા નીતુ કપૂર પણ સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. આટલું જ નહીં મનીષ પોતે પણ તેના ઘરે પહોંચી ગયો હતો.
રિપોર્ટ્સનું માનીએ તો પરિવાર દ્વારા રણબીર અને આલિયાને ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢવા માટે પણ કહેવામાં આવ્યું છે.ખરેખર, ચેમ્બુરમાં કપૂર પરિવારનું જૂનું ઘર છે. જોકે આ પહેલા કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે,રણબીર અને આલિયા રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.પરંતુ હવે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ કપૂર પરિવાર મુંબઈમાં જ લગ્ન કરવા માંગે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.આલિયા ભટ્ટ છેલ્લે ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી અને પછી આરઆરઆરમાં જોવા મળી હતી.રણબીર કપૂર વિશે વાત કરીએ તો, અભિનેતા ટૂંક સમયમાં વાણી કપૂર સાથે ફિલ્મ શમશેરામાં જોવા મળશે. આ ઉપરાંત, તે એનિમલ અને શ્રદ્ધા કપૂર સાથે લવ રંજનની એક બેનામ ફિલ્મમાં પણ જોવા મળશે.