1. Home
  2. ગુજરાતી
  3. IPL 2022 – સતત બીજા દિવસે ગુજરાતની શાનદાર જીત,દિલ્હીને 14 રને આપી માત
IPL 2022 – સતત બીજા દિવસે ગુજરાતની શાનદાર  જીત,દિલ્હીને 14 રને આપી માત

IPL 2022 – સતત બીજા દિવસે ગુજરાતની શાનદાર જીત,દિલ્હીને 14 રને આપી માત

0
Social Share
  • ગુજરાત ટાઈટન્સની સતત બીજા દિવસે શાનદાર જીતત
  • દિલ્હી કેપિટલ્સને 14 રને હરાવ્યું

દિલ્હીઃ- આઈપીએલ 2022 માં આ વર્ષે 2 નવી ટિમ ઉમેરાય છે જેમાં ગુજરાત ટાઈટન્સનો સમાવેશ થાય છે ત્યારે આઈપીએઅલની 10 મી મેચ રમાઈ રહી છે જેમાં સતત બીજા દિવસે ગુજરાતે શાનદાર જીત હાસલ કરી છે દિલ્હીને 14 રને હરાવીને તે વિજેતા સાબિત થઈ છે.પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં છ વિકેટે 171 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 46 બોલમાં 84 રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, IPL 2022 માં ગુજરાત ટાઇટન્સનું ડેબ્યૂ શાનદાર રીતે ચાલી રહ્યું છે.બોલરોના દમ પર પ્રથમ મેચ જીતનાર ગુજરાતે બોલરોના જોરદાર પ્રદર્શનની મદદથી બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ફરી 14 રને જીત મેળવી હતી. 

દિલ્હીની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 157 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી કેપ્ટન રિષભ પંતે 43 રન બનાવ્યા હતા. ગુજરાતના લોકી ફર્ગ્યુસને ચાર વિકેટ લીધી હતી. તેણે બે વખત એક જ ઓવરમાં બે-બે વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ રીતે ગુજરાતે દિલ્હીને પાછળ છોડીને સતત બીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code