Homeગુજરાતીરણબીર સિંહ  અને આલિયા ભટ્ટની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'નું...

રણબીર સિંહ  અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’નું ટ્રેલર રિલીઝ

 

મુંબઈઃ- અભિનેતા રણબીર સિંહ અને આલીયા કપૂરની ફિલ્મ રોકી ઓર વાની કી પ્રેમ કહાનિ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે હવે આજરોજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેને જોતા હવે ચાહકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી છે.

જાણકારી પ્રમાણે આ ફિલ્મથી  કરણ જોહરના 7 વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે જેથી આજકાલ તે સમાચારની હેડલાઈનમાં છવાયો  છે, તો બીજી તરફ આ ફિલ્મ સાથે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની જોડી પણ ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે.

 

આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને જોયા બાદ તે રણબીરની અગાઉની તમામ ફિલ્મોનું કોકટેલ જેવું લાગે છે. આલિયા અને રણવીર ઉપરાંત આ ફિલ્મમાં શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ છે.

આ ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની શરૂઆતમાં રણવીર અને આલિયાની લવ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે તે દર્શાવવામાં આવ્યું છે. જો કે, તેમના પરિવારો ખૂબ જ અલગ હોવાથી, તેઓ નક્કી કરે છે કે રાની રોકીના ઘરે અને રોકી ત્રણ મહિના માટે રાનીના ઘરે રહેશે. આ દરમિયાન બંનેના પરિવારજનો તેમના સંબંધોને તોડવાના સતતચ પ્રયત્ન કરતા રહે છે અને ટ્રેલરના અંતે બંનેનું બ્રેકઅપ  થાય છે. આ ફિલ્મમાં કોમેડી, રોમાન્સ, ઈમોશન, ફુલ સ્ટાઈલનો ફુલ ડોઝ છે.જો કે ફિલ્મનો અંત શું હશએ તે જાણવા માટે તો ફિલ્મ જોવી રહી.આ ફિલ્મ 28 જુલાઈના રોજ સિનેમાધરોમાં રિલીઝ થવાની છે.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી આલિયા એ એક દિવસ અગાઉ તઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’  ના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી,

બીજી તરફ જો ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત રણવીર સિંહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી  શાનદાર અભિનય કરતા જોવા મળે છે. ઈશિતા મોઈત્રા, શશાંક ખેતાન અને સુમિત રોયે રોકી અને રાનીની લવ સ્ટોરી લખી છે. 
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img