
ભારત બાયોટેકની કોવેક્સિનના 2 વર્ષથી 18 વર્ષની વયના લોકો માટે બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણ માટે ભલામણ કરાઈ
- ભારત બાયોટેકે 2 થી 18 વર્ષના લોકો માટે પરિક્ષણની અરજી કરી
- બીજા અને ત્રીજા તબક્કના પરિક્ષણ માટે સમિતિએ ભલામણ કરી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છએ, સંક્રમણ ખૂબજ ઝડપથી ફેલાી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશની સરકાર રસીકરણને પ્રાધાન્ય આપીને વધુને વધુ લોકો રસી લે તેવા પ્રયત્નો કરી રહી છે, આ સમગ્ર સ્થિતિ વચ્ચે મળતી માહિતી પ્રમાણે એક નિષ્ણાત સમિતિએ મંગળવારના રોજ ભારત બાયોટેકની કોરોના સામે પ્રતિરોધક રસી કોવેક્સિનના 2 થી 18 વર્ષની વયના લોકો માટે બીજા અને ત્રીજા તબક્કાનાપરીક્ષણની ભલામણ કરી છે.
મળતી માહિતી મુજબ આ પરિક્ષમની પરવાનગી મળતાની સાથે જ દિલ્હી અને પટના સ્થિત એમ્સ અને નાગપુર સ્થિત મેડિટ્રિના ચિકરિત્સા વિજ્ઞાન સંસ્થાન સહીત જુદી જુદી જગ્યાએ તેનું પરિક્ષણ હાથ ઘરવામાં આવશે
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની કોવિડ -19 વિષય નિષ્ણાત સમિતિએ મંગળવારે ભારત બાયોટેક દ્વારા કરવામાં આવેલી તે અરજીના વિચાર પર ચર્ચા વિમર્શ કર્યું કે જેમાં 2 વર્ષ લઈને 18 વર્ષની વયના બાળકોની સુરક્ષા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કોવેક્સિનના ડોઝની બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ણ માટે ભલામણ કરતી અરજી કરાઈ હતી
સુત્રો પાસેથી જાળવા મળતી વિગતો અનુસાર કંપનીએ કરેલા આ આવેદન પત્ર બાબતે વિચાર વિમર્શ કર્યા બાદ સમિતિએ બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણ માટે પરવાનગી આપવા બાબતે ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં વધુને વદુ લોકો રસી લે તો આ કોરોના સામેની જંગમાં લડવામાં આપણાને મોટી રાહત મળી શકે છે.