
ATGL – CNG ની કોમ્પ્રેસ્ડ સેવાઓના માનક શુલ્કમાં ઘટાડો
અદાણી ટોટલ ગેસ કંપનીએ CGD એકમોને કમ્પ્રેશન સેવાઓ સુલભ કરાવવા માટે નવી ઓફર શરૂ કરી છે. કંપનીએ CNG કોમ્પ્રેસનના માનક શુલ્કમાં 50% જેટલો ઘટાડો કર્યો છે. દેશમાં કોમ્પ્રેસન માનક શુલ્ક ₹ 16.90 પ્રતિ કિલોગ્રામ છે જેની સામે અદાણી ટોટલ ગેસના કોમ્પ્રેસનનું માનક શુલ્ક ₹9.35 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવ્યું છે. ATGL હંમેશા કુદરતી ગેસ ઉદ્યોગના બિઝનેસને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. CGD અને અન્ય સુવિધાઓ સુલભ થતા તેને વધુ મજબૂતી મળશે.
City Gas Distribution (CGD) કંપનીઓને ATGL- CNGના મધર સ્ટેશનો પર આ સેવાઓ કાસ્કેડ સ્વરૂપે મળી શકશે. હાલ ભારત દેશમાં કોમ્પ્રેસન માનક શુલ્ક ₹14.30/kg + ₹2.60 GST એટલે કે ₹ 16.90 પ્રતિ કિલોગ્રામ છે જ્યારે અદાણી ટોટલ ગેસનું કોમ્પ્રેસન માનક શુલ્ક ₹7.90/kg + ₹1.45 GST = ₹9.35 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવ્યું છે. આ ખાસ ઓફર પાછળ કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી કમ્પ્રેશનની કિંમત ઘટાડવાનો છે, જેના પરિણામે CGD ઉદ્યોગની નફાકારકતા અને તેની ઇકો સિસ્ટમનો મહત્તમ વિકાસ સાધી શકાય.
ATGL- CNGની નવી ઓફર CGD ભાગીદારોનો સમય અને માળખાકીય ખર્ચ બચાવવી તેમના વ્યવસાયને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે. એટલું જ CNG ઇંધણના બિઝનેસમાં ઈચ્છુક રોકાણકારોને પણ ખુબ મદદરૂપ થશે. તેનાથી વર્તમાન CGD અસ્કયામતો અપગ્રેડ કરી બજારોમાં કમ્પ્રેશન સેવાઓની ઉચ્ચ માંગ સાથે ક્ષમતા વધારી શકાય છે. ATGL કમ્પ્રેશન સેવાઓ સાથે બંડલ ઓફર તરીકે CGD કંપનીઓ ગેસ અને લોજિસ્ટિક્સ સપોર્ટનો લાભ પણ લઈ શકે છે.
24X7 ઑપરેશન્સ થકી સાનુકૂળ, સલામત અને ઝંઝટ-મુક્ત CNG ઇંધણ મળી રહે તે માટે કંપની દ્વારા અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઇકો સિસ્ટમના ઝડપી વિકાસમાં તેમજ CGD ઉદ્યોગ અને ગ્રાહકો બંનેને મદદ કરશે. માત્ર CGD ને જ નહી, પરંતુ દેશના લાખો ગ્રાહકોને પણ તેનો લાભ મળી શકશે.
ATGL હંમેશા કુદરતી ગેસ ઉદ્યોગના બિઝનેસને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. CGD અને અન્ય સુવિધાઓ સુલભ થતા તેને વધુ મજબૂતી મળશે. ઓપરેશનના તમામ નિયમોનું પાલન કરતા ATGLના મધર સ્ટેશનો કેન્દ્રિય રીતે SOUL દ્વારા નિયંત્રિત તેમજ SCADA દ્વારા જોડાયેલા છે. 20+ વર્ષથી કંપની સફળતાપૂર્વક કાર્યક્ષમ અને સલામત કામગીરી બજાવી રહી છે. વળી આગામી સમયમાં તેની કાર્યક્ષમ ટીમ સમગ્ર ભારતમાં કમ્પ્રેશન સર્વિસ પેકેજ માટે તૈયાર છે.