1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં 69 હજાર બેઠકો સામે 14 દિવસમાં 17000 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં 69 હજાર બેઠકો સામે 14 દિવસમાં 17000 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં 69 હજાર બેઠકો સામે 14 દિવસમાં 17000 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

0
Social Share

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સનું પરિણામ જોહેર થયા બાદ હવે વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જેમાં એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા હાથ ધરેલી ડિગ્રી ઈજનેરીની કુલ 69 હજાર બેઠકો પરના ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં 14 દિવસમાં માત્ર 17 હજાર વિદ્યાર્થીએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એસીપીસીની ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયાને હવે ચાર-પાંચ દિવસ બાકી છે, ત્યારે હવે જોવાનું એ છે કે ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ ઈચ્છુક હજી કુલ કેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે છે. હાલ તો ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે કમ્પ્યૂટર કે આઇટીને બાદ કરતા અન્ય ફેકલ્ટીમાં પ્રવેશ માટે ઉત્સાહ જોવા મળતો નથી. રજિસ્ટ્રેશન માટેની નોંધણી 22 મેએ પૂર્ણ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડે  દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયા બાદ સીબીએસઈ અને અન્ય બોર્ડના પરિણામ પણ જાહેર થઇ ચૂક્યાં છે. તેમ છતાં પણ હજુ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. જેના કારણે કોલેજ સંચાલકોમાં પણ આ મુદ્દે ચર્ચા છે. ડિપ્લોમા ઈજનેરી રજિસ્ટ્રેશનના પહેલા દિવસે વર્ષ 2023 પહેલા ધોરણ 10 પાસ કરનારા 106 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે પણ ડિગ્રી ઇજનેરીમાં 36 હજારથી વધુ બેઠકો ખાલી રહી જાય તેવી ગણતરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 22 મે સુધી નામ નોંધણી ઓનલાઇન કરાવી શકાશે અને ત્યાર બાદ તા.1 જૂને ડિગ્રી ઇજનેરી માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ જ દિવસે ઇજનેરીની સંસ્થાઓ અને તેમાં બેઠકોની જાહેરાત કરાશે. તા.1થી 5 જૂન સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરી શકાશે. મોક રાઉન્ડનું પરિણામ તા.9 જૂને જાહેર કરવામાં આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટની જાહેરાત પણ 9 જૂને કરવામાં આવશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code