મુંબઈ, ૧૨ ઑક્ટોબર ૨૦૨૬: અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ..ના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણીના હસ્તે સોમવારે માટુંગાની ૨૨–એકરની રેલવે સાઇટ ખાતે ખાતમૂહર્ત સાથે એશિયાની સૌથી મોટી વસાહતોમાંની એક અને દસ લાખથી વધુ રહેવાસીઓનું ઘર ગણાતી ધારાવીના પુનર્વસન માટે નિર્માણનો આરંભ થયો છે. આ પ્રકલ્પ માટે રચાયેલા સ્પેશિયલ પર્પઝ વેહીકલ ‘અદાણી નવભારત ડેવલપર્સ પ્રા. લિ.પાત્ર રહેવાસીઓને હાલના સ્થળે જ પુનર્વસન યોજના હેઠળ ૩૫૦ ચોરસ ફૂટના ઘરો મળે તે સુનિશ્ચિ કરશે .
આ પ્રસંગે શ્રી પ્રણવ અદાણીએ કહ્યું હતું કે દરેક પરિવાર પોતે સુરક્ષિત હોવાની અનુભૂતિ કરે અને ભવિષ્યનું આયોજન કરી શકે એવા ઘરનો હકદાર છે. ધારાવીના પરિવારો માટે આ બાબત કેટલી મહત્વની છે તે અમે સમજીએ છીએ. તેમણે આ વિષે માહિતી આપતા કહ્યું હતું કે માટુંગા ખાતે અમે ૧૦ ટાવર્સ બનાવી રહ્યા છીએ જેમાં ૧૦,૪૩૨ ઘરો અને ૧,૩૭૯ વ્યાવસાયિક તથા ઔદ્યોગિક એકમો હશે. અમે એવા રહેણાંક વિસ્તારોનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં પરિવારો વધુ સારું જીવન જીવી શકે અને તેમના બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે.”

આ પ્રકલ્પમાં યુએસ–સ્થિત ડિઝાઇન ફર્મ ‘સસાકી‘, યુકે–સ્થિત એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી ‘બ્યુરો હેપોલ્ડ‘, મુંબઈની સ્ટુડિયોપીઓડી, જાણીતા આર્કિટેક્ટ શ્રી હાફિઝ કોન્ટ્રાક્ટર, P&T અને ARC સ્ટુડિયો તેમજ સિંગાપોરના શહેરી આયોજન નિષ્ણાતોની કુશળતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ૧૦ ટાવર મહારાષ્ટ્ર સરકાર હેઠળના ‘ધારાવી પુનર્વિકાસ પ્રોજેકટ/ઝૂંપડપટ્ટી પુનર્વસન સત્તામંડળ‘ને પ્રથમ પાંચ ટાવર માર્ચ ૨૦૨૯ સુધીમાં, ત્યારપછીના બે ટાવર ઓગસ્ટ ૨૦૨૯ સુધીમાં અને બાકીના ત્રણ ટાવર ઓગસ્ટ ૨૦૩૦ સુધીમાં એમ ત્રણ તબક્કામાં સોંપવામાં આવશે.
આ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અસીમ કુમાર ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. DRP/SRA ના મુખ્ય કાર્યકારી અધિકારી અને સી.ઇ.ઓ. ડૉ. મહેન્દ્ર કલ્યાણકર પણ હાજર રહ્યા હતા. ડૉ. કલ્યાણકરે કહ્યું, હતું કે ધારાવીના પરિવારો માટે આ એક મહત્વનું પગલું છે. અમારું ધ્યાન જીવનની બહેતર ગુણવત્તા માટે જરૂરી માળખાગત સુવિધાઓ ઉપરાંત અન્ય સગવડો ઉપ્લબ્ધ બનાવવા ઉપર છે. જેમાં દરેક ટાવરમાં ૩૭ થી ૩૯ માળ, ૧૦ થી ૧૨ પેસેન્જર લિફ્ટ અને બે સમર્પિત ફાયર લિફ્ટ તેમજ વ્યાપારી અને ઔદ્યોગિક એકમો માટે વધારાની બે લિફ્ટની વ્યવસ્થા હશે. સુવિધાઓમાં કિન્ડરગાર્ટન, કોમ્યુનિટી હોલ, પોડિયમ ગાર્ડન્સ, બેસવાની જગ્યાઓ, સોસાયટીની ઓફિસ અને પૂજાના સ્થળોનો સમાવેશ થશે.
સામાન્ય માળખાગત સુવિધાઓની જાળવણી માટે આવક ઊભી કરવાના હેતુથી દરેક પુનર્વસન બિલ્ડિંગમાં ૧૦ ટકા વ્યાપારી જગ્યા અનામત રાખવામાં આવશે. બિલ્ડિંગ સોંપ્યા પછીના પ્રથમ ૧૦ વર્ષ સુધી વિકાસકાર દ્વારા બિલ્ડિંગો અને સહિયારી માળખાગત સુવિધાઓની જાળવણી કરવામાં આવશે. મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી જયંતિ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ધારાવી એક્સપિરિયન્સ સેન્ટરના ઉદ્ઘાટન બાદ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ વેળા શ્રી ફડણવીસે ધારાવીને સમર્પિત એક ગીતનું અનાવરણ તથા તેના લોકો, સંસ્કૃતિ અને ઇતિહાસ પર લખાયેલ એક કોફી–ટેબલ બુકનું વિમોચન કર્યું.
૨૨,૫૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું આ એક્સપિરિયન્સ સેન્ટર રહેવાસીઓને જીવન–કદના નમૂના ઘરો, ૩ડી વોકથ્રુ અને રહેઠાણ, કાર્યસ્થળો, સુવિધાઓ, પરિવહન અને ખુલ્લી જગ્યાઓને આવરી લેતા ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે દ્વારા પ્રસ્તાવિત પુનર્વિકાસનો પૂર્વાવલોકન આપે છે. કંપનીના સી.ઇ.ઓ. શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું બાંધકામના આરંભ સાથે અમારું ધ્યાન સમયસર નિર્માણ પૂર્ણ કરવા અને લાંબા ગાળાની જાળવણી પર છે. વ્યાપક પુનર્વિકાસમાં દુકાનો, શાળાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ, પૂજા સ્થળો, ઉદ્યાનો, જાહેર પરિવહન અને અન્ય સામાજિક માળખાકીય સુવિધાઓ સાથે મિશ્ર–ઉપયોગ ટાઉનશીપની કલ્પના કરવામાં આવી છે. આવશ્યક સેવાઓ ૧૫ મિનિટના અંતરમાં ઉપલબ્ધ રહે તે રીતે આયોજન છે.


