1. Home
  2. ગુજરાતી
  3. રિલાયન્સ ગ્રુપ આઈએ સેક્ટરમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે, મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત
રિલાયન્સ ગ્રુપ આઈએ સેક્ટરમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે, મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

રિલાયન્સ ગ્રુપ આઈએ સેક્ટરમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે, મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

0
Social Share

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીમાં આયોજીત એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં દેશ-દુનિયાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં છે. આ સમિટમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એઆઈનો સૌથી સારો સમય આગામી સમયમાં આવશે. એઆઈએ અનેક ક્ષેત્રોમાં નવા યુગની શરૂઆત કરી છે. બીજી તરફ દુનિયામાં ચર્ચા છે કે, એઆઈના કારણે તાકાત કેટલાક લોકોના હાથમાં જ રહેશે. આ એઆઈ તમામ લોકો માટે સમાન તક અને તમામ માટે સમાન અવસરનું માધ્ય બનશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે એઆઈને લઈને દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક મોંઘુ એઆઈ અને કન્ટ્રોલ્ડ ડેટા તરફ લઈ જાય છે. બીજો સસ્તુ, સરળતાથી મળનારી એઆઈની સુવિધા સુનિશ્ચિત કરે છે. જે રીતે કંપનીએ મોબાઈલ ડેટાની કોસ્ટ ઓછી કરી છે. તેમ તેમનું ગ્રુપ એઆઈ કોસ્ટ પણ ઓછી કરશે. તેમણે કહ્યું કે, જીઓ અને રિલાયન્સ ઈન્ડિયા લિમિટેડ આગામી સાત વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને ડિએગો ગાર્સિયાને મોરેશિયસને ન સોંપવા વિનંતી કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code