દેશમાં કોરોનામાં રાહત, છેલ્લા 24 કલાક માં 1300 થી ઓછા કેસ નોંધાયા
- કોરોનામાં રાહત
- સક્રિય કેસોમાં પણ ઘટાડો
- દૈનિક નોધાતા કેસોનો આકંડો 1300થી પણ ઓછો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે દિવસેને દિવસે હવે કોરોનાના કેસની સંખ્યા ઘટતી જોવા મળઈ રહી છે તો કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતા બમણી જોવા મળી રહી છે આ સાથે જ હવે સક્રિય કેસો પણ ઘટતા જઈ રહ્યા છે.
જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં કોરોનાના 1 હજાર 223 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.આ સાથે જ છેલ્લા 24 કલાક દરમિયાન 11 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
ભારતમાં કોરોનાના સક્રિય કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 13 મે, 2023 ના રોજ, સક્રિય કેસોની સંખ્યા લગભગ 16 હજાર 498 જોવા મળી છે. 12 મે, 2023 ના રોજ સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા 18,009 હતી, જ્યારે 11 મેના રોજ તેમની સંખ્યા 19,613 નોંધાઈ હતી.
હાલ દેશમાં જો સક્રિય કેસોની વાત કરીએ તો સક્રિય કેસનો આંકડો 16,498 પર પહોંચી ગયો છે. આ સાથે જ કોરોનામાંથી સાજા થવાની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં, 2 હજાર 720 લોકો કોરોનામાંથી સ્છેવસ્થ્ થયા છે જે નવા નોંધાતા કેસની સંખ્યામાં વધુ છે.આ સહીત જો દેશમાં દૈનિક હકારાત્મકતા દરની વાત કરીએ તો તે હાલ ઘટીને 1.23 ટકા જોવા મળે છે તો વળી સાપ્તાહિક હકારાત્મકતા દર 1.49 ટકા નોંધાયો હતો.