બાંગ્લાદેશઃ ધર્મ ઝુનુની ટોળાએ હિન્દુઓના ધાર્મિક સ્થળ અને દુર્ગા માતાજીના પંડાલમાં કરી તોડફોડ
દિલ્હી: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લઘુમતી હિન્દુ ઉપર હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ધર્મ ઝુનુંની લોકો હિન્દુ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને આતંકનો માહોલ ઉભા કરી રહ્યા છે દરમિયાન બાંગ્લાદેશમાં કેટલાક સ્થળે દુર્ગાપૂજા દરમ્યાન પંડાલમાં તોડફોડની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે રિપોર્ટ અનુસાર મોટાભાગના હુમલા કમિલા જિલ્લામાં બન્યા છે સોશિયલ મીડિયામાં થયેલી એક પોસ્ટ અનુસાર કથિત રીતે પૂજા સ્થળ પર કુરાન નાં કહેવાતા અપમાન બાદ આ દુર્ઘટના સર્જાઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છું.
મીડિયા રિપોર્ટ અનુસાર ચાંદપુર ના હાથીગંજ, ચટ્ટો ગ્રામનાં બંશ ખાલી સહિતના વિસ્તારોમાં મંદિરો પર હુમલાની ઘટના ઘટી હોવાનું જાણવા મળે છે કેટલાક સ્થળો પર મા દુર્ગાની પ્રતિમા ને પણ ખંડિત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અહિંસાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ છે. ધાર્મિક સ્થળ ઉપર થયેલી હિંસાની આ ઘટનામાં લગભગ ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે
ચાંદપુરની એક હોસ્પિટલના જણાવ્યા અનુસાર ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે જેને પગલે હોસ્પિટલનુ માનવું છે કે આ ત્રણેયના હિંસામાં મૃત્યુ થયા છે જોકે પોલીસે હજી સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી કે આ મોત હિંસામાં થયા છે કે નહીં.
બાંગ્લાદેશમાં આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા તેમજ અન્ય સુરક્ષા દળોને તેના કરી દેવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રીએ અધિકારીઓને આરોપી ઓ સામે આકરી કાર્યવાહી કરવાનાં આદેશ કર્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અસદુજ્જમાં એ જણાવ્યું હતું કે ચતગામ જીલ્લા ના કામીલ મા હુમલાની આ ઘટનામાં સંડોવાયેલા આરોગ્ય ની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે આરોપીઓ ને ઝડપથી પકડી લેવા માટે અધિકારીઓને આદેશ આપવા મા .આવ્યા છે.
મહત્વનું છે કે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી કટ્ટરપંથીઓ લઘુમતી હિન્દુઓ અને તેના ધાર્મિક સ્થળો ઉપર હુમલા કરી ભયનો માહોલ ઉભો કરી રહ્યા હોવાનું માની રહ્યા છે