1. Home
  2. ગુજરાતી
  3. જાણીતા ક્રિકેટર સુરેશ રૈનાએ અમદાવાદ ખાતે એમએસ ઘોની ક્રિકેટ એકેડમીનું ઉદ્ધાટન કર્યું
જાણીતા ક્રિકેટર સુરેશ રૈનાએ અમદાવાદ ખાતે એમએસ ઘોની ક્રિકેટ એકેડમીનું ઉદ્ધાટન કર્યું

જાણીતા ક્રિકેટર સુરેશ રૈનાએ અમદાવાદ ખાતે એમએસ ઘોની ક્રિકેટ એકેડમીનું ઉદ્ધાટન કર્યું

0
  • એમએસ ઘોની ક્રિકેટ એકેડમિનું ઓપનિંગ કર્યું ક્રિકેટરે
  • સુરૈશ નૈનાએ લીઘી અમદાવાદની મુલાકાત

અમદાવાદઃ- આજ રોજ ક્રિક્ટ જગતનું જાણીતું નામ એવું સુરૈશ રૈનાએ ગુજરાતના મહાનગર અમદાવાદની મુલાતક લીઘી હતી, આ મુલાકાત દરમિયાન અમદાવાદ સ્થિત  ગુજરાત યુનીવર્સીટીના મેદાનમાં શરુ થયેલી એમએસ ધોની ક્રિકેટ એકેડમીનીનું  તેમના હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ એકડમિ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે અહીં, ઉચ્ચ સ્તરીય કોચિંગ સુવિધા અને સર્ટિફાઇડ કોચથી સજ્જ ક્રિકેટ એકેડમીની સુરૈશ રાનાના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે, એ એકડમિ આજના ક્રિકેટ પ્રેમીઓ માટે તાલિમનું સારુ એવું સુવિધા સજ્જ કેન્દ્ર બનશે

ક્રિકેટ જગતમાં  પોતાનું કરિયર બવનાવવાની હોડ આજના યુવકોમાં જોવા મળી રહી છએ ત્યારે આ ક્ષેત્રમાં પોતાનું ઘડતર કરવા માંગતા 7 વર્ષથી 19 વર્ષ સુધીના યુવાનો માટે હવે  MS ધોની ક્રિકેટ એકેડમી આશિર્વાદરુપ સાબિત થશે, આ એકડમિમાં રસ ઘરાવતા યુવાઓને તાલિમ આપવામાં આવશે.

એમએસ ઘોની એકેડમીમાં  રસ ઘરાવતા ક્રિક્ટ પ્રેમીઓ પોતાની નોંધણી કરાવી શકે છેજેની નોંધણીની રકમ 6 હજાર 500 રૂપિયા રાખવામાં આવી છે, આ ફી ભરકતાની સાથે જ  ક્રિકેટ કીટ, ડ્રેસ  એકડમી તરફથી આપવામાં આવશે

આ એકડેમીમાં 3 મહિનાની તાલિમ માટે 10 હજાર રુપિયા ફિ રાખવામાં આવી છે, જ્યારે 6 મહિના  માટેની તાલિમની ફી 20 હજાર અને 1 વર્ષની ક્રિકેટ તાલિમ લેવા માટેની ફી 36 હજાર રુપિયા રાખવામાં આવી છે, આ એકેડમિનો ખાસ હેતુ દેશ વિદેશના રસ ઘરાવતા યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરીને પદ્ધતિસર તાલિમ આપવાનો છે,જે હેઠળ અનેક બાળકોમાં છૂપાયેલી  પ્રતિભાને બહાર લાવીને તેને તાલિમ બદ્ધ કરીને આ ક્ષેત્રમાં આગળ લાવવામાં આવશે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.