1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો પુનઃ પ્રારંભ, દિવાળીના તહેવારોમાં લોકોને સારો લાભ મળશે

ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો પુનઃ પ્રારંભ, દિવાળીના તહેવારોમાં લોકોને સારો લાભ મળશે

0
Social Share

ભાવનગર:  ઘોઘા-હજીરા રોપેક્સ ફેરી સર્વિસ મહિનાઓથી બંધ હતી, આ સેવા પુનઃ શરૂ કરવા અનેકવાર રજુઆતો કરાયા બાદ રો-રો ફેરી સર્વિસનો ફરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી હવે વધુ સારી સુવિધા અને વધુ ઝડપ અને ડબલ વહન ક્ષમતા ધરાવતી ભારતની સૌથી મોટી અને પ્રથમ સોલર સંચાલિત વૉયેજ એકસપ્રેસ રોપેક્સ ફેરીની સેવાઓનો લોકો દિવસમાં બે વખત લાભ મેળવી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગે જોડતી ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસ કે જે ઘણા લાંબા સમયથી ઇંધણના ભાવ વધારાના કારણોસર બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકાર સાથે થયેલા વાટાઘાટ બાદ હવે આ સર્વિસને વધુ સારી સુવિધા, વધુ વહન ક્ષમતા અને વધુ ઝડપ ધરાવતા નવા જહાજ વોયેજ એક્ષપ્રેસ સાથે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. ગુરૂવારે ઘોઘા ટર્મિનલથી નવું વોયેજ એક્સપ્રેસ જહાજ હજીરા ખાતે રવાના કરવામાં આવ્યું હતું. દરિયાઇ માર્ગે માત્ર ત્રણ કલાકમાં ઘોઘાથી હજીરા પહોંચાડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બની રહેશે. જેમાં વોએજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો લોકો લાભ લઈ શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા રિન્યૂએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં આ ફેરી નોંધપાત્ર યોગદાન આપી રહી છે. સોલર દ્વારા સંચાલિત આ રોપેક્સ ફેરી જહાજના કારણે ઇંધણના ઉપયોગમાં પણ નોંધપાત્ર બચત થશે. વોયેજ સિમ્ફની સાથે હવે વોયેજ એકસપ્રેસ જહાજ પણ શરૂ થતાં પ્રવાસીઓ દિવસમાં બે વખત ઘોઘાથી હજીરા અને હજીરાથી ઘોઘા વચ્ચે પ્રવાસ કરી શકશે.  વોએજ એક્સપ્રેસ ઘોઘાથી સવારે 9 વાગે અને હજીરાથી સાંજે 6.30 કલાકે રવાના થશે, જ્યારે કે વોએજ સિમ્ફની હજીરાથી સવારે 8 વાગે અને ઘોઘાથી સાંજે 5 વાગે પરત ફરશે. વોએજ એક્સપ્રેસ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડથી સજ્જ આ ફેરી સર્વિસ, 3 કેફેટ એરિયા, ગેમઝોન અને દરિયાઇ સુંદરતાનો અનુભવ માટે ટોપ ડેક જેવી સુવિધાઓ ધરાવે છે. તેમાં 180 એક્ઝિક્યુટિવ, 115 બિઝનેસ, 80 સ્લીપર, 22 વીઆઇપી લાઉન્જ, 11 કેબીન, સાથે 70 કાર, 50 બાઇક, 25 આઇશર અને 55 ટ્રકના પરિવહનની જંગી ક્ષમતા ધરાવે છે. વોએજ સિમ્ફની 316 એક્ઝિક્યુટિવ, 78 બિઝનેસ, 14 વીઆઇપી લાઉન્જ, 85 કાર, 50 બાઇક, 30 ટ્રકના પરિવહનની ક્ષમતા ધરાવે છે. એટલે કે હવે ઘોઘા હજીરા રોપેક્સ ફેરીનો બહોળો લાભ મેળવી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code