1. Home
  2. ગુજરાતી
  3. નવાબ મલિક બાદ હવે શિવસેનાના નેતાના ઘરે આવક વિભાગના દરોડા -યશવંત જાધવની થઈ રહી છે પુછપરછ
નવાબ મલિક બાદ હવે શિવસેનાના નેતાના ઘરે આવક વિભાગના દરોડા -યશવંત જાધવની થઈ રહી છે પુછપરછ

નવાબ મલિક બાદ હવે શિવસેનાના નેતાના ઘરે આવક વિભાગના દરોડા -યશવંત જાધવની થઈ રહી છે પુછપરછ

0
Social Share
  • શિવસેનાના નેતાના ઘરે આવક વિભાગના દરોડા
  • શિવસેનાના નેતા યશવંત જાધવની પુછપરછ શરુ

દિલ્હીઃ- મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની ધરપકડ બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સીએ શિવસેનાના નેતા યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે વિતેલી કાલે જાધવના પત્નીએ નવાબ મલિકની ધરપકડના વિરોધમાં આયોજિત વિરોધમાં ભાગ લીધો હતો.

આવકવેરા અધિકારીઓએ આજરોજ શુક્રવારની સવારે મુંબઈ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શિવસેનાના નેતા યશવંત જાધવના મજગાવ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓ સીઆરપીએફના જવાનો સાથે આજે સવારે યશવંત જાધવના ઘરે પહોંચ્યા હતા. હાલમાં તેના ઘરે દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કયા કેસમાં યશવંત જાધવની પૂછપરછ કરવામાં આવી રહી છે.

યશવંત જાધવ છેલ્લા પાંચ વર્ષથી સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. ભાજપના નેતાઓ સતત તેમના પર બેનામી કંપનીઓ દ્વારા નાણાકીય હેરાફેરીનો આરોપ લગાવી રહ્યા છે. યશવંત જાધવની પત્ની યામિની જાધવે નવાબ મલિકના સમર્થનમાં મંત્રાલય પાસે મહા વિકાસ અઘાડીના પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

પવાર રાજ્ય સચિવાલય, મંત્રાલય નજીક મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વિરોધ સ્થળ પર પહોંચનારા પ્રથમ હતા. જો કે આ સિવાય ઘણા નેતાઓએ નવાબ મલિકના સમર્થનમાં આવ્યા હતા ત્યારે હવે ઈડી એ શિવસેનાના નેતાના ઘરે દરોડા પાડ્યા છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code