
દેશમાં કોરોનાની વધતી ગતિ – કેરળ અને મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ 15 ટકાને પાર
- દેશમાં વધતો કોરોનાનો કહેર
- બે રાજ્યોમાં સકારાત્મકતા દર 15 ટકાને પાર
દિલ્હી – દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશના રાજ્ય મહારાષ્ટ્ર અને કેરળ એવા બે રાજયો છે કે જ્યાં નોંધાતા કેસ સૌથી વધુ હોય ચે, દેશભરમાં નોંધાતા કેસોમાં આ બે રાજ્યોના કેસો વધારે જોવા મળે છે.
જાણકારી પ્રમાણે આ બન્ને રાજ્યોમાં કોરોના પોઝિટિવિટી રેટ હવે 15 ટકાને પાર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 15 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ સામે આવ્યા અને 16 દર્દીઓના મોત થયા. રાહતના સમાચાર એ છે કે સારવાર લઈ રહેલા 13 હજાર 485 દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.જો સક્રિય કેસોની વાત કરીએ તો દેશમાં હાલમાં કોરોનાના 92 હજાર 724 સક્રિય કેસ છે.
મહારાષ્ટ્ર અને કેરળમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આગલા દિવસે મહારાષ્ટ્રમાં કોરોનાના 6 હજાર 493 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 5 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવનો દર વધીને 16.48 ટકા પર આવી ગયો છે આ સાથે જ 24 હજાર 608 દર્દીઓ કોરોના સંક્રમિત છે.
બીજી બાજુ કેરળ પણ એવું રાજ્ય છે જે કુલ કેસમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાવી રહ્યું છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 378 નવા કેસ નોંધાયા છે અને 6 દર્દીઓના મોત થયા છે. કેરળમાં કોરોના પોઝિટિવ રેટ વધીને 17.19% થઈ ગયો છે. તે જ સમયે, 26 હજારથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.