1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં ગાંધી જયંતીના દિવસે તમામ પ્રકારના કતલખાનાઓને બંધ રાખવા RMCનો આદેશ

રાજકોટમાં ગાંધી જયંતીના દિવસે તમામ પ્રકારના કતલખાનાઓને બંધ રાખવા RMCનો આદેશ

0
Social Share

રાજકોટ: રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગાંધી જયંતીના દિવસને ધ્યાનમાં રાખીને આદેશ આપવામાં આવ્યો છે કે આગામી બે ઓક્ટોબર એટલે કે 02-10-2022ના રોજ કોઈ વ્યક્તિ નોનવેજ ખોરાકનું વેચાણ કરી શકશે નહી. રાજકોટ મહાનગર પાલિકાના આદેશ અનુસાર માંસ , મટન , મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે, RMCએ જણાવ્યું છે કે સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ -૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

ઉલ્લેખનીય છે કે કેટલાક સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે જ્યારે પણ તહેવારનો માહોલ આવે છે ત્યારે શહેરોમાં આ પ્રકારના ખોરાકનું પણ વેચાણ વધી જતુ હોય છે, જેના કારણે કેટલાક લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code