આજથી બદલી શકાશે રુપિયા 2 હજારની નોટ, RBIની લોકોને ખાસ અપીલ, ઉતાવળ ન કરવાની સલાહ આપી
- આજથી 2 હજારની નોટ બલદી શકાશે
- આ માટે કોઈ પણ ફોર્મ ભરવાની જરુર નહી પડે
- આરબીઆઈએ કહ્યું શાંતિ રાખો અને ગભરાવાની જરુર નથી
દિલ્હીઃ- કેન્દ્રની સરકારે તારીખે 30ની સપ્ટેમ્બર બાદ 2 હજારની નોટ ચલણમાં બંધ કરવાની જાહેરાત કરી હતી જો કે ત્યારથી જ લોકોમાં ચિંતા વ્યાપી છે ત્યારે હવે આજરોજ એટલે કે 23 મેથી આ 2 હજારની નોટ બદલવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી રહી છે. દેશની તમામ બેંકો અને ભારતીય રિઝર્વ બેંકની 19 પ્રાદેશિક શાખાઓમાં આજથી એટલે કે મંગળવારથી બે હજાર રૂપિયાની નોટો બદલવામાં આવશે.
આ બાબતને લઈને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે લોકોને સૂચના આપી છે કે , લોકો પાસે ચાર મહિનાનો સમય છે. નિઃસંકોચ બેંકમાં જઈને નોટો બદલિ શકાશે જેથી કોઈએ ઉતાવળ કરવાની કે ગભરાવાની જરુર નથી,બેંકો પાસે પૂરતા પૈસા છે.
વધુમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે , બેંકોની શાખાઓમાં ભીડ થવાની કોઈ શક્યતા નથી. નોટ બદલવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે લોકોને ભીડ ન કરવા પણ વિનંતી કરી હતી.તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ઉદ્યોગપતિઓ સહિત કોઈપણ સંસ્થા 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનો ઈન્કાર કરી શકે નહીં.30મી સપ્ટેમ્બર પહેલા દરેક દુકાનદારે આપલેમાં 2 હજારની નોટ સ્વિકારવી જ પડશે.
આરબીઆઈ ગવર્નર દાસે કહ્યું કે, નોટ બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે, જેથી તેને ગંભીરતાથી લઈ શકાય. અન્યથા જમા કરાવવાની કે રૂપાંતર કરવાની પ્રક્રિયા સતત ચાલતી રહેશે. દાસે કહ્યું, 30 સપ્ટેમ્બર પછી શું થશે તેનો જવાબ કોઈ આપી શકે તેમ નથી. આ સમય દરમિયાન મોટાભાગની નોટો પરત આવવાની અપેક્ષા છે.