
‘અનુપમા’ના રોલ માટે રુપાલી ગાંગુલી પહેલા અનેક અભિનેત્રીઓને આપવામાં આવી હતી ઓફર, આજે અનુપમા ઘરે-ઘરે જાણીતી બની છે
- અનુપમા માટે શ્વેતા તિવારી,મોનાસિંહને પણ ઓફર કરવામાં આવી હતી
- આજે આ અભિનેત્રીઓને પછતાવાનો વખત આવ્યો
- અનુપમાએ ઘરે ઘરમાં ઓળખ બનાવી છે
મુંબઈઃ- સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો શો અનુપમાથી કોઈ વાકેફ નથી, આજે ઘરે ઘરમાં અનુપમાએ લોકપ્રિયતા મેળવી છે, ટીવી સિરિયલ ‘અનુપમા’ છેલ્લા ઘણાં સમયથી ટિઆરપીમાં પણ નંબર વન પર અડગ રહી છે, જો કે લોકડાઉનના કારણે આવેલા શોમાં બદલાવથી થોડે અંશે આ શો ડાઉન પડેલો જોવા મળી રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, સ્ટોરી લાઈનમાં ફેરફાર થવાને કારણે દર્શકોને શો થોડો ઓછો પસંદ આવ્યો. આ શોમાં લીડ રોલ પ્લે કરતી રૂપાલી ગાંગુલીની એક્ટિંગના ચારેબાજુ વખાણ જ વખાણ થઈ રહ્યાં છે. રૂપાલીએ આ શોથી ટીવીમાં ઘણા લાંબા ગેપ બાદ કમબેક કર્યું છે. જોકે, બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે આ શો પહેલાં ઘણી જાણીતી એક્ટ્રેસિસને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે શોમાં કામ કરવાની ના પાડી હતી.
અનુપમાના રોલ માટે રૂપાલી ગાગુંલી પહેલાં આ શો ટીવી એક્ટ્રેસ સાક્ષી તન્વરને પણ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, સાક્ષી છેલ્લે 2016માં ટીવી સિરીઝ ’24’માં જોવા મળી હતી. ત્યારબાદ તેણે ડિજિટલ પ્લેટફોર્મ પર ફોકસ કર્યું છે આ શો માટે તેણે ના પાડી હતી આજે અનુપમા ફેમસ થઈ છે ત્યારે સાક્ષીને પછતાવો થતો હોય તે વાત સ્વાભાવિક છે.
આ સાથે જ અનુપમાના રોલ માટે શ્વેતા સાલ્વેને પણ ઓફર કરવામાં આવી હતી, તેણે તો આ શો માટે સ્ક્રીન ટેસ્ટ પણ આપ્યો હતો. જોકે, શ્વેતા તથા પ્રોડ્યસૂર રાજન સાહી વચ્ચે ફી અંગે ચર્ચા થઈ હતી અને શ્વેતા ઓછી ફીમાં કામ કરવા તૈયાર નહોતી ત્યારે આજે હવે શ્વેતા પણ અનુપમાની લોકપ્રિયતા જોઈને પછતાવો કરી રહી હશે.
આ સાથે જ ‘જસ્સી જૈસી કોઈ નહીં’ ફૅમ મોના સિંહને પણ આ શો ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, મોનાએ કયા કારણોસર આ શોમાં કામ કરવાની ના પાડી તે વાત હજી સુધી સામે આવી નથી. જો કે અનપમા આજકાલ ઘરઘરમાં જાણીતી બનતા જે જે અભિનેત્રીઓએ ઓફલસ ઠૂકરાવી હતી તે તમામ વિચારવા મજબુર બની રહી છે.