
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને પોતાના દેશના મહાન દોસ્ત ગણાવ્યા, મેક ઈન ઈન્ડિયાનો કર્યા ઉલ્લેખ
- પુતિને પીએમ મોદીને મહાન દોસ્ત ગણાવ્યા
- મેક ઈન ઈન્ડિયાની યોજના હિટ ગણાવી
દિલ્હીઃ – દેશના પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય છે તેમની લોકપ્રિયતા અનેક દેશઓમાં જોવા મળે છે ત્યારે તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના પેટભરીને વખાણ કર્યા હતા.
પ્કરાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને ગુરુવારના રોજ રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને મહાન દોસ્ત ગણાવ્યા હતા અને કહ્યું હતું કે પીએમ મોદીનો મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ સુપર હિટ રહ્યો છે પીએમ મોદી થોડા વર્ષો અગાઉ મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ લાવ્યા હતા જેની ભારતીય અર્થવ્યવસ્થા પર સારી અસર જોવા મળી રહી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર. પુતિને કહ્યું કે ભારતમાં અમારા મહાન મિત્ર પીએમ મોદીએ થોડા વર્ષો પહેલા ‘મેક ઈન ઈન્ડિયા’નો કોન્સેપ્ટ લોન્ચ કર્યો હતો. તેની ભારતીય અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડી હતી.ઉલ્લેખનીય છે કે અમેરિકાની મુલાકાત પહેલા જ રશિયાએ ભારતને પોતાનો ખાસ મિત્ર ગણાવ્યો હતો.
આ અગાઉ પણ રશિયન રાજદૂતે કહ્યું હતું કે ભારત હજુ પણ અમારો વિશ્વાસુ મિત્ર છે, આ મુલાકાતથી અમારી મિત્રતા પર વધારે અસર નહીં થાય. અમે દરેક કિંમતે ભારત સાથે મિત્રતા જાળવી રાખીશું. સમગ્ર વિશ્વની નજર પીએમ મોદીની અમેરિકન મુલાકાત પર ટકેલી હતી. ત્યારે સૌથી વધુ અસર રશિયાને થાય છે કારણ કે રશિયાના અમેરિકાના સંબંધો સારા નથી અને યુક્રેનને લઈને બંને વચ્ચે તણાવ જોવા મળી રહ્યું છે.
આ સાથે જ અગાઉ યુએસ સંસદના સંયુક્ત સત્રમાં પીએમ મોદીએ રસિયા અને યુક્રેનના મુદ્દાને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે આ યુગ યુદ્ધનો યુગ નથી. અત્યારે દરેક સમસ્યાનો સમાધાન વાતચિતથી કરી શકાય છે ત્યારે પીએમ મોદીની વ્શ્વના દેશઓએ ખૂબ પ્રસંશા કરી હતી. ત્યાર બાદ અમેરિકાએ કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવું તેની પસંદગી છે.વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી ઓછી કિંમતે તેલ ખરીદવાનું ચાલુ રાખી શકે છે. રશિયા પાસેથી તેલ ખરીદવું તેની પોતાની પસંદગી છે.ત્યારે હવે રાષ્ટ્રપતિએ પીએમ મોદીની ખાસ મિત્ર ગણાવ્યા છે.