1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને અટલ બ્રિજ ફળ્યો, રોજની પાંચ લાખની આવક
સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને અટલ બ્રિજ ફળ્યો, રોજની પાંચ લાખની આવક

સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને અટલ બ્રિજ ફળ્યો, રોજની પાંચ લાખની આવક

0
Social Share

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી પર નવ નિર્મિત અટલફૂટ ઓવર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ઉદ્ઘાટન કર્યા બાદ ત્રણ દિવસ સુધી લોકો માટે એન્ટ્રી ફી રાખવામાં આવી હતી. ત્યારબાદ બુધવારથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ફૂડ ઓવરબ્રિજ ઉપર પ્રવેશ માટેની ફી ના દર નક્કી કરવામાં આવ્યા હતા. જેના પગલે એન્ટ્રી ફી રાખ્યા બાદ ફૂટ ઓવરબ્રિજ ઉપર એક જ દિવસમાં માત્ર 17,629 લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને રૂ. 5.03 લાખની આવક થઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા અટલ ફૂટ ઓવરબ્રિજ પર ટિકિટના દર નક્કી કર્યા બાદ પણ લોકો બ્રિજ પર આવી રહ્યા છે. બુધવારે અટલ ફૂટ ઓવરબ્રિજ પર 10587 લોકો 12 વર્ષથી ઉપરના, 191 વૃદ્ધો અને 2883 જેટલા બાળકોએ એમ કુલ 13661 મુલાકાત લીધી હતી. જેનાંથી કુલ 3,63,720 જેટલી આવક થઈ છે. અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્ક બંનેમાં 3026 જેટલા 12 વર્ષથી ઉપરના, 137 વૃદ્ધો અને 805 બાળકોએ મુલાકાત લીધી હતી. બંનેમાં કુલ 3968 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફલાવર પાર્ક બંનેમાં એક દિવસમાં કુલ 5.03 લાખની આવક થઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સાબરમતી નદી પરના અટલ ફૂટબ્રિજ રૂ. 74 કરોડના ખર્ચે બન્યો છે. છે. હાલના ટ્રેન્ડને જોતાં રોજના અંદાજે 20થી 25 હજાર લોકો તો આવશે જ. એ મુજબ ગણતરી કરીએ તો, દૈનિક અંદાજે રૂ. 6 લાખની આવક થઇ શકે. આ પ્રમાણે મહિને રૂ. બે કરોડ આસપાસ થઇ શકે છે અને 3 વર્ષમાં બ્રિજનો ખર્ચ નીકળી જશે. અટલ બ્રિજમાં મુલાકાતીઓનો પ્રવેશ સવારે 09.00 ક્લાકથી રાત્રીના 09.00 ક્લાક સુધી રહેશેબ્રિજ પર કોઈપણ મુલાકાતી 30 મિનિટ થી વધુ રોકાઈ શકશે નહી, મુલાકાતીઓને પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમીનાડથી જ પ્રવેશ આપવામાં આવશે, કોઈપણ પ્રકારના ગુટખા, પાન-મસાલા, કેફી દ્રવ્યો બ્રિજ પર લઈ જવાની સખ્ત મનાઈ છે, કોઈપણ પ્રકારના ઘરેથી લાવેલ ખોરાકને બ્રિજ પર લઈ જવાની મંજૂરી નથી ઉપરાંત પાલતુ પ્રાણીઓ સાથે બ્રિજ પર પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે. તેમજ કોઈપણ પ્રકારના રમત-ગમતના સાધનો બ્રિજમાં લઈ જવાની સખ્ત મનાઈ છે. અને કોઈપણ પ્રકારના ફેરીયાઓએ બ્રિજમાં વેચાણ અર્થે પ્રવેશ આપવામાં આવતો નથી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code