સૌરાષ્ટ્ર મેલ રાજકોટથી હવે ત્રણ કલાક વહેલો ઉપડશે, સમયપત્રકમાં કરાયો ફેરફાર
રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા નવા ટાઇમટેબલમાં રાજકોટથી પસાર થતી સૌરાષ્ટ્ર મેલ સહિતની જુદી-જુદી ટ્રેનોમાં પોણા ત્રણ કલાકથી સવા છ કલાક સુધીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર મેલ ટ્રેન જે રાજકોટથી અગાઉ સાંજે 6.15 કલાકે ઉપડતી હતી બવે નવા સમયપત્રક મુજબ બપોરે 3.30 કલાકે ઉપડશે.
રેલવેના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઓખા મુંબઈ સૌરાષ્ટ્ર મેલ અગાઉ 6.15 વાગ્યે રાજકોટ જંકશન થી ઉપડતી હતી આ ટ્રેન નવા ટાઇમટેબલ મુજબ બપોરે 03.30 ૦ વાગ્યે ઉપડી રહી છે. સૌરાષ્ટ્ર મેલ મુંબઈ સેન્ટ્રલ ખાતે વહેલી સવારે 04.55 વાગ્યે પહોંચશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ થી સવારે 09.05 વાગ્યે સૌરાષ્ટ્ર તરફ આવવા નીકળશે. આ ઉપરાંત જામનગર અને હાપાથી ઉપડતી વૈષ્ણોદેવી કટરાની ટ્રેન સવારે 6.40 ને બદલે સવારે ત્રણ કલાક મોડી એટલે કે 9.40ની કરાઈ છે. આ ઉપરાંત પોરબંદર-મોતીહારી અને પોરબંદર દિલ્હી સરાઇ રોહિલ્લા ટ્રેનોનો અગાઉનો સમય સાંજે 7.30નો હતો હવે આ ટ્રેનો રાત્રે 11.45 વાગ્યાની કરવામાં આવી છે. જ્યારે વેરાવળ ત્રિવેન્દ્રમ અને ઓખા અર્નાકુલમ અગાઉ સવારે 6.40 વાગ્યે ઉપાડતી હવે આ ટ્રેનનો અનુક્રમે સવારે 10 અને 11 વાગ્યે ઉપડશે. ઓખા પુરી ટ્રેન અગાઉ બપોરે 12.30 વાગ્યે રાજકોટ થી ઉપડતી તે હવે સવા કલાક વહેલી એટલે કે 11.15 વાગ્યે કરવામાં આવી છે. આ ઉપરાંત નવા ટાઇમટેબલમા બીજી કેટલીક ટ્રેનોના સમયમ 5 થી 10 મિનિટ સુધી આગળ પાછળ કરવામાં આવ્યા છે.