1. Home
  2. revoinews
  3. અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત સરકારનું સન્માન કરશે, શુક્રવારે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાશે
અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત સરકારનું સન્માન કરશે, શુક્રવારે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાશે

અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત સરકારનું સન્માન કરશે, શુક્રવારે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાશે

0
Social Share

ગાંધીનગર, 11 માર્ચ, 2026 – Scheduled Caste Front ગુજરાત ભાજપનો અનુસૂચિત જાતિ મોરચો રાજ્ય સરકારનું સન્માન કરશે. આ માટેનો એક વિશેષ કાર્યક્રમ આગામી શુક્રવારે ગાંધીનગરમાં યોજાશે તેમ ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. કિરીટભાઈ સોલંકીએ આજે અહીં જણાવ્યું હતું.

ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. ડૉ. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વાલીની આવક મર્યાદા રૂ. 2.5 લાખ થી રૂ. 6.00 લાખ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ લોકસભા અધ્યક્ષ વિરુદ્ધના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી રકાસ

આ મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભવ્ય ‘ઋણ સ્વીકાર સમારંભ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આપતા તેઓએ જણાવ્યું કે 13 માર્ચ 2026, શુક્રવારના રોજ સવારે 09:00 કલાકે ટાઉનહોલ, સે.17 ખાતે ગાંધીનગર ખાતે ભવ્ય ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે જેમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેના ભાજપા સરકારના શિક્ષણલક્ષી નિર્ણયને વધાવવા સમાજના વિવિધ સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજ્યની ભાજપા સરકારનો આભાર વ્યક્ત કરશે.

તેમણે જણાવ્યું કે, પહેલા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા ₹૨.૫ લાખ હોવાથી અનુસૂચિત જાતિ સમાજના અનેક બાળક આ યોજનાનાં લાભથી વંચિત રહી જતા હતા. આવક મર્યાદા વધારી ગુજરાત સરકારે છેવાડાના માનવીના ઉત્થાન સંવેદનશીલતા દાખવી આ પહેલ કરી છે, જે સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે. આ બદલ સમગ્ર દલિત સમાજ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનો તેઓએ આભાર વ્યકત કર્યો હતો.

ડો. કિરીટભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ દેશને વિશ્વનું શ્રેષ્ઠ સંવિધાન આપ્યું છે. વિશ્વના અનેક દેશોના સંવિધાનની તુલનામાં ભારતનું સંવિધાન અત્યંત મજબૂત અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવતું સંવિધાન છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં 140 કરોડથી વધુ જનસંખ્યા હોવા છતાં લોકશાહી મજબૂત બની રહી છે. સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ, જેણે બાળપણમાં રેલવે સ્ટેશન પર ચા વેચી હોય, તે દેશનો વડાપ્રધાન બની શકે છે તે ભારતના સંવિધાનની શક્તિ દર્શાવે છે અને તેનો શ્રેય ડૉ. બાબાસાહેબ આંબેડકરને જાય છે. સમાજના બાળકોના શિક્ષણ પ્રત્યે તેઓના ભાવને અનુરૂપ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને લાભ થાય તેવો નિર્ણય લીધો છે.

તેમણે જણાવ્યું કે, સરકારે છેવાડાના માનવીના કલ્યાણને પ્રાથમિકતા આપીને આ નિર્ણય કર્યો છે, જે સરકારની સમાજ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code