1. Home
  2. ગુજરાતી
  3. ઉંચાઈ પર અને ખાણમાં કામ કરનારાના જીવ બચાવી શકાશે, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ઓક્સિજન સેન્સર
ઉંચાઈ પર અને ખાણમાં કામ કરનારાના જીવ બચાવી શકાશે, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ઓક્સિજન સેન્સર

ઉંચાઈ પર અને ખાણમાં કામ કરનારાના જીવ બચાવી શકાશે, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ઓક્સિજન સેન્સર

0
Social Share
  • વૈજ્ઞાનિકોએ બનાવ્યું ઓક્સિજન સેન્સર
  • ઉંચાઈ પર કામ કરનારાનો બચાવી શકાશે જીવ
  • ખાણમાં કામ કરતા લોકોના પણ બચશે જીવ

દિલ્લી: દેશમાં કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં મજૂર લોકો ખાણમાં કામ કરતા હોય છે તો કેટલાક લોકો ઉંચાઈ પર આવેલા વિસ્તારોમાં કામ કરતા હોય છે. આ લોકોને કામ દરમિયાન ઓક્સિજનની કમી વર્તાતી હોય છે અને કેટલીક વાર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ના મળતા તેમના જીવ પણ જતા હોય છે. હવે આ સમસ્યાનો ઉકેલા આવી ગયો છે.

દેશના વૈજ્ઞાનિકોએ નેનોરોડ્સ આધારિત ઓક્સિજન સેન્સર બનાવ્યું  છે. જે અલ્ટ્રા વાયોલેટ (યુવી) રેડિયેશનની મદદથી રૂમના સામાન્ય તાપમાને કામ કરે છે. તે ભૂગર્ભમાં ખાણ અને ઉંચાઈવાળા સ્થળો વિમાન અને સંશોધન પ્રયોગશાળાઓ જેવા સ્થળોએ ઓક્સિજન ગેસની સાંદ્રતાના પીપીએમને શોધી શકે છે. તે રૂમના તાપમાને કાર્યરત એક ઝડપી અને પસંદગીયુક્ત ઓક્સિજન સેન્સર ખાણો અને ઉંચાઈઓ જેવા સ્થળોએ જીવન બચાવી શકે છે.

સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સિસ (CENS)  ના વૈજ્ઞાનિકે  ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની એક સ્વાયત સંશોધન સંસ્થા છે. જેમાં  ડો. અંગપ્નનના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોની ટીમે મેટલ ઓકસાઈડ સેમિકન્ડક્ટર (એમઓએસ) બનાવ્યું છે.

ડો. એસ. અંગપન્નના નેતૃત્વમાં  હિરન જ્યોતિલાલ, ગૌરવ શુક્લા, સુનિલ વાલિયા અને ભરત એસપીના  સહયોગથી  ટાઇટેનિયમ ઓકસાઈડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની વિગતો અને સામગ્રી સંશોધન જર્નલ બુલેટિનમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

સેન્સરની જાણકારી આપતા ટીમે દર્શાવ્યું હતું કે આ સેન્સર ઓછા વીજ વપરાશ સાથે શ્રેષ્ઠ પરિણામ આપે છે અને ઓરડાના તાપમાને કાર્ય કરે છે. તૈયાર કરેલા સેન્સરો એ 1000 પીપીએમ પર આશરે 3 સેકંડ અને 10 સેકન્ડના પ્રતિક્રિયા અને પુન:પ્રાપ્તિના સમયનું પ્રદર્શન કર્યું હતું.  સેન્સર સારી સ્થિરતા સાથે 25 પીપીએમથી 1 મિલિયન પીપીએમ (100%) સુધી ઓક્સિજન સાંદ્રતામાં કાર્ય કરે છે.

સુપીરીયર સેન્સીંગ પ્રોપર્ટીના કારણે વધેલી વિદ્યુત વાહકતા, એક્ઝિટન અને પાણીના અણુનું અવશોષણને દર્શાવે છે. તેનાથી ઑક્સીજનના અણુઓની વધેલી માત્રાના સ્લેનટેડ નેનોરોડસ એરેમાં હાજર ટાઇટેનિયમ ડાયોક્સાઇડમાં રહેલા ક્રોમિયમ સાથેપરસ્પર સંપર્ક માટે સરળતા પ્રદાન કરે છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code