નવી દિલ્હીઃ દેશના ઘણા શહેરોના માર્ગો ઉપર CNG સંચાલિત સ્કૂટર ચાલી રહ્યા છે. પેટ્રોલની સરખામણીમાં આ સ્કૂટર ચલાવવાનું ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. હવે તમે વિચારતા હશો કે જ્યારે કોઈ કંપની દ્વારા CNG સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યા નથી, તો તે માર્કેટમાં કેવી રીતે ઉપલબ્ધ છે. ખરેખર, આ કામ સ્કૂટરમાં CNG કિટ લગાવીને કરવામાં આવે છે. પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે. જ્યારે વિવિધ કંપનીઓના સ્કૂટર્સનું માઇલેજ લગભગ 40 થી 45Km/l છે. એટલે કે, તેમને ચલાવવા માટે તે ખૂબ ખર્ચાળ બની જાય છે. આ કારણોસર, હવે ઘણી કંપનીઓ સ્કૂટર માટે CNG કિટ લઈને આવી છે. આ કિટ્સની મદદથી સ્કૂટર ચલાવવાનો ખર્ચ માત્ર 70 પૈસા પ્રતિ કિલોમીટર થઈ જાય છે. દેશના વિવિધ રાજ્યોમાં આગામી સમયમાં માર્ગો ઉપર સીએનજી મારફતે સ્કુટર દોડવા જોવા મળી શકે છે.
તમારી પાસે સ્કૂટર છે, તેનું માઈલેજ વધારવા માટે સીએનજી કીટ લગાવવી પડશે. દિલ્હી સ્થિત CNG કિટ બનાવતી કંપની આ કિટ આ સ્કૂટરમાં લગાવી શકે છે. તેની કિંમત લગભગ 18 હજાર રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, તમે આ ખર્ચ 1 વર્ષથી ઓછા સમયમાં વસૂલ કરી શકશો, કારણ કે CNG અને પેટ્રોલની કિંમતમાં 40 રૂપિયા સુધીનો તફાવત છે. સ્કૂટરમાં CNG કિટ લગાવવામાં લગભગ 4 કલાકનો સમય લાગે છે, પરંતુ તેને પેટ્રોલ પર પણ ચલાવી શકાય છે. આ માટે, કંપની એક સ્વીચ ઇન્સ્ટોલ કરે છે જે CNG મોડથી પેટ્રોલ મોડ પર સ્વિચ કરે છે. કંપની આગળના ભાગમાં બે સિલિન્ડર મૂકે છે જે કાળા પ્લાસ્ટિકથી ઢંકાયેલા હોય છે., તેને ચલાવતું મશીન સીટના નીચેના ભાગમાં ફિટ થાય છે. એટલે કે સ્કુટર CNG અને પેટ્રોલ બંને પર ચલાવી શકાય છે. એક્ટિવા પર સીએનજી સંબંધિત કેટલાક ગ્રાફિક્સ પણ ઇન્સ્ટોલ કરેલા છે.