
મુંબઈમાં 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ
- મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી
- 2 જાન્યુઆરી સુધી ઘણા નિયંત્રણો રહેશે લાગુ
- આદેશનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
મુંબઈ:આર્થિક રાજધાની મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.આ અંતર્ગત સમગ્ર મુંબઈમાં પણ અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.એક જગ્યાએ પાંચ કે તેથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે.આ ઉપરાંત જાહેર સભાના પ્રદર્શન પર પણ પ્રતિબંધ છે.મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ રહેશે.
મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર રાજ્યમાં 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી હથિયારો પર સંપૂર્ણ પ્રતિબંધ પણ લાગુ રહેશે.આ સાથે જ લાઉડ સ્પીકર, બેન્ડ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.પોલીસે કહ્યું છે કે,આદેશનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કલમ 144ના અમલ સાથે લગ્ન સમારોહ, અંતિમ સંસ્કારના મેળાવડા, સરઘસ, કંપનીઓ અને ક્લબની મોટા પાયે મીટિંગો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં યોજાતી મીટીંગો પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.ફેક્ટરીઓ, દુકાનો અને અન્ય સંસ્થાઓની સામાન્ય સભાઓ સિવાય આ પ્રતિબંધ શોભાયાત્રાના પ્રદર્શન પર પણ લાગુ પડશે.