1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક પદે ડો.રાજેન્દ્ર ખિમાણીની વરણી
ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક પદે ડો.રાજેન્દ્ર ખિમાણીની વરણી

ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક પદે ડો.રાજેન્દ્ર ખિમાણીની વરણી

0
  • ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયકની કરાઈ વરણી
  • નવા કુલનાયક પદે ડો.રાજેન્દ્ર ખિમાણીની નિમણુંક
  • કુલપતિએ મંડળ સાથેની ચર્ચા બાદ ડો. રાજેન્દ્ર ખિમાણીની કરી પસંદગી

અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો.રાજેન્દ્ર ખિમાણીની નિમણુંક કરવામા આવી છે. કુલપતિએ મંડળ સાથેની ચર્ચા બાદ ડો. રાજેન્દ્ર ખિમાણીની નિમણુંક કરી છે. જો કે તેઓ ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે હવે સર્ચ કમિટીએ નક્કી કરેલા ત્રણ નામોમાંથી ટ્રસ્ટી મંડળે સર્વાનુમતે ડો. રાજેન્દ્ર ખિમાણીને પસંદ કર્યા છે.

ગુજરાત વિદ્યાપીઠના હાલના કુલનાયક ડો.અનામિક શાહનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2020ના રોજ પૂર્ણ થાય છે. ત્યારે નવા કુલનાયકની પસંદગી માટે કુલપતિના પ્રતિનિધિ તરીકેના અધ્યક્ષ સાથેની ત્રણ સભ્યોની સર્ચ કમિટી યોજાઈ હતી. જેમાં ત્રણ નામોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ડો.રાજેન્દ્ર ખિમાણી, ડો.ભદ્રાયુ વછરાજાની અને સંજય ચૌધરીનું નામ પસંદ કરવામાં આવ્યુ હતું.આ ત્રણ નામો કુલપતિને સોંપાયા બાદ તેમાંથી ડો.રાજેન્દ્ર ખિમાણીની નવા કુલનાયક તરીકે પસંદગી કરાઈ છે.

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રખ્યાત આશ્રમરોડ પર સ્થિત છે. જેની સ્થાપના મહાત્મા ગાંધીએ 18 ઓક્ટોબર 1920માં કરી હતી. આ સંસ્થામાં ગાંઘીજીના નિયમ અનુસાર ખાદી પહેરવી, રેટીંયો કાતવો, શ્રમક્રાય કરવું વગેરેનું પાલન કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.