1. Home
  2. ગુજરાતી
  3. આત્મનિર્ભર ભારતઃ આર્મેનિયા હવે ભારત પાસેથી ખરીદશે સ્વદેશી અસ્ત્ર મિસાઈલ, આકાશમાં વધશે તાકાત
આત્મનિર્ભર ભારતઃ આર્મેનિયા હવે ભારત પાસેથી ખરીદશે સ્વદેશી અસ્ત્ર મિસાઈલ, આકાશમાં વધશે તાકાત

આત્મનિર્ભર ભારતઃ આર્મેનિયા હવે ભારત પાસેથી ખરીદશે સ્વદેશી અસ્ત્ર મિસાઈલ, આકાશમાં વધશે તાકાત

0
Social Share

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત હવે દુનિયાના સંરક્ષણ બજારમાં એક મોટા નિકાસકાર તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, આર્મેનિયાએ ભારત નિર્મિત ‘એર-ટુ-એર’ (હવામાંથી હવામાં પ્રહાર કરતી) મિસાઈલો ખરીદવા માટે ભારત સાથે મંત્રણા શરૂ કરી છે. આ સોદાના કેન્દ્રમાં ડીઆરડીઓ દ્વારા વિકસિત અત્યંત શક્તિશાળી અને સ્વદેશી ‘અસ્ત્ર’ મિસાઈલ છે.

આર્મેનિયાએ અસ્ત્ર બીવીઆર (બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ) મિસાઈલમાં વિશેષ રુચિ દાખવી છે. મે 2025માં ભારતીય વાયુસેનાએ અસ્ત્ર એમકે-1 ને ઓપરેશનલ રીતે તૈનાત કરીને તેની સજ્જતા સાબિત કરી દીધી છે. ડીઆરડીઓ હાલમાં અસ્ત્ર એમકે-1 ને વધુ શક્તિશાળી બનાવી રહ્યું છે. જેની હાલની 110 કિમીની રેન્જ વધારીને 160 કિમી કરવામાં આવી રહી છે. જો આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચે સમજૂતી થશે, તો આર્મેનિયાને સીધું 160 કિમીની રેન્જ ધરાવતું અત્યાધુનિક વર્ઝન મળી શકે છે.

આર્મેનિયા પાસે હાલમાં ચાર એસયુ-30 એસએમ ફાઈટર જેટ્સ છે. આ વિમાનો ભારતીય વાયુસેનાના એસયુ-30 એમકેઆઈ સાથે ઘણી સમાનતા ધરાવે છે. ટેકનિકલ રીતે ‘અસ્ત્ર’ મિસાઈલ આર્મેનિયાના વિમાનોમાં સરળતાથી ફીટ કરી શકાય તેમ હોવાથી આ સોદો બંને દેશો માટે અનુકૂળ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની સેનાએ બલૂચ લડવૈયાઓ સામે હથિયાર હેઠા મુક્યાં, ખ્વાજા આસિફની કબુલાત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code