સિનિયર પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીનું નિધન, શનિવારે યોજાશે પ્રાર્થનાસભા
સિનિયર પત્રકાર, તંત્રી, લેખક અને વાઈબ્સ ઓફ ઈન્ડિયાના ચેરમેન ગિરીશભાઈ ત્રિવેદીનું નિધન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે સાંજના 4થી 6 કલાક સુધી સિંધુભવન ખાતે રાખવામાં આવી છે. સિનિયર પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીના નિધન અંગે અનેક મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ શ્રદ્ધાંજલી પાઠવી છે.
ગિરીશભાઈ ત્રિવેદીએ માત્ર 17 વર્ષની નાની વયે 1961માં સૌરાષ્ટ્રના અગ્રણી ફૂલછાબ દૈનિકથી પત્રકારત્વની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેઓ જીવનના અંતિમ દિવસ સુધીપત્રકાર બનીને રહ્યાં હતા. સ્વ ગિરીશભાઈ ત્રિવેદીએ ગુજરાતી પત્રકારત્વમાં અનેક સિમાચિહન સ્થાપિત કર્યાં હતા અને યુવાન પત્રકારોના પ્રેકણાસ્ત્રોત બની રહ્યાં હતા.