
અમદાવાદમાં પથ્થરમારાના બનાવમાં કોંગ્રેસના પાંચ કાર્યકરોના જામીન સેશન્સ કોર્ટે કર્યા નામુંજર
અમદાવાદઃ કોંગ્રેસના અગ્રણી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દપ સમાજ વિશે આપેલા નિવેદનના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યલય પર પ્રદર્શન કરવા આવ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. દરમિયાન કોંગ્રેસના પાંચેય કાર્યકરોએ જામની માટે સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આજે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી
લોકસભામાં વિપક્ષનેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ અંગે આપેલા નિવેદન મામલે 2 જુલાઈના રોજ અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન સામે અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ મામલે ભાજપ અને કોંગ્રેસે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.
આ પાંચ આરોપીઓએ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આજે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી.આમ પાંચેય આરોપીઓને જેલમાં રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, પોલીસે નવા કાયદા મુજબ ગુનો નોંધ્યો હતો.
પાલડી સ્થિત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પાસે હુમલા કેસમાં પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં હર્ષ ઇશ્વરભાઇ પરમાર, વિમલભાઇ જીવાભાઇ પંસારા, મનીષ રાજેન્દ્રસિંહ ઠાકોર, સંજયભાઇ અમરતલાલ બારોટ અને મુકેશ વિઠ્ઠલભાઈ દંતાણીનો સમાવેશ થાય છે. (file photo)