1. Home
  2. ગુજરાતી
  3. શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફેન્સને આપશે ખુશખબર,સાઉથના ફેમસ ડાયરેક્ટર એટલી સાથે કરી રહ્યા છે કામ
શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફેન્સને આપશે ખુશખબર,સાઉથના ફેમસ ડાયરેક્ટર એટલી સાથે કરી રહ્યા છે કામ

શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફેન્સને આપશે ખુશખબર,સાઉથના ફેમસ ડાયરેક્ટર એટલી સાથે કરી રહ્યા છે કામ

0
Social Share
  • શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફેન્સને આપશે ખુશખબર
  • સાઉથના ફેમસ ડાયરેક્ટર એટલી સાથે કરી રહ્યા છે કામ
  • 26 જાન્યુઆરીએ કંઈક મોટું આયોજનનું પ્લાન

મુંબઈ:સાઉથની ફિલ્મોના હિટ એક્ટર થલાપતિ વિજય સાથે બેક ટુ બેક બ્લોકબસ્ટર આપ્યા પછી, દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્દેશક એટલી કુમાર શાહરૂખ ખાન સાથે કામ કરી રહ્યા છે.બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન મચ અવેટેડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મના શીર્ષક અને પ્લોટને લઈને ઘણી અટકળો ચાલી રહી છે.

એવી અટકળો હતી કે,શાહરૂખની આ ફિલ્મનું નામ ‘લાયન’ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના નામ પછી ટૂંક સમયમાં જ પડદો ઉઠાવી લેવામાં આવશે અને ચાહકોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે, કારણ કે એવી ચર્ચા છે કે મેકર્સ 26મી જાન્યુઆરીએ કંઈક મોટું આયોજન કરી રહ્યા છે. અહેવાલ મુજબ, નિર્માતા સંપૂર્ણ રીતે આ ફિલ્મના એલાન કરવાના વિચારમાં અને નિર્ણય પર શાહરૂખ ખાનની સંમતિની રાહ જોઈ રહ્યા છે.

https://www.instagram.com/p/CYosxZHlPbs/?utm_source=ig_embed&ig_rid=5575a658-5026-4ae8-a7ee-dc3de7f0716d

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત શાહરૂખ ખાન અને એટલીની ફિલ્મ એક્શનથી ભરપૂર એન્ટરટેઈનર હોવાનું માનવામાં આવે છે. શાહરૂખ આ ફિલ્મમાં પિતા અને પુત્રની બેવડી ભૂમિકા ભજવશે. ‘લાયન’માં નયનતારા, સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બે વર્ષના પ્રી-પ્રોડક્શનના કામ પછી, મેગા-બજેટ ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને પૂણેમાં થયું હતું. કથિત રીતે આ ફિલ્મ બેંક લૂંટ પર આધારિત છે.

‘લાયન’ સિવાય શાહરૂખ ખાને તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ ફરી શરૂ કર્યું છે અને સેટ પરથી તેની તાજેતરની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code