1. Home
  2. ગુજરાતી
  3. શાહરુખ- કોજાલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હે ‘ ને 25 વર્ષ થશે પુરા, 15 ઓક્ટોબરે ફરીથી સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ કરાશે.માત્ર આટલી હશે ટિકિટ
શાહરુખ- કોજાલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હે ‘ ને 25 વર્ષ થશે પુરા, 15 ઓક્ટોબરે ફરીથી સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ કરાશે.માત્ર આટલી હશે ટિકિટ

શાહરુખ- કોજાલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હે ‘ ને 25 વર્ષ થશે પુરા, 15 ઓક્ટોબરે ફરીથી સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ કરાશે.માત્ર આટલી હશે ટિકિટ

0
Social Share

મુંબઈઃ- બોલિવૂડના બાદશાહ ગણાતા શાહરુખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હે ને 16 ઓક્ટોબરના રોજ 25 વર્ષ પુરા થવાના છે આ ફિલ્મ કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને 25 વર્ષ પૂરા થવાના  ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમનો પ્રેમ ત્રિકોણ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મે દુનિયાને કહ્યું કે પ્રેમ એ મિત્રતા છે. આજે પણ દર્શકો આ ફિલ્મને એટલા જ ઉત્સાહથી જોવાનું પસંદ કરે છે,

 ફિલ્મ’કુછ કુછ હોતા હૈ’ની રિલીઝના 25 વર્ષની ઉજવણી કરવા માટે, નિર્માતાઓએ ફરી એકવાર આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની જાહેરાત કરી છે. જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
‘કુછ કુછ હોતા હૈ’ 15 ઓક્ટોબર, 2023 ના રોજ પસંદગીના થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની તમામ ટિકિટ માત્ર 25 મિનિટમાં જ વેચાઈ ગઈ છે.દર્શકોએ ફિલ્મને ફરી 25 વર્ષ બાદ સિનેમા પરદે જોવામાં પસ દાખવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા ગદર 2 રિલીઝ થઈ તેના અગાઉ ગદર પણ ફરી સિનેમાઘરોમાં દર્શાવામાં આવી હતી.
જો કે મહત્વની વાત એ છે કે તમામ દર્શકો માત્ર 25 રૂપિયાની સસ્તી કિંમતે આ ફિલ્મ જોઈ શકશે. નિર્માતાઓએ ઈન્સ્ટાગ્રામ બાયોમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ માટેની લિંક શેર કરી છે. આટલા વર્ષો પછી પણ આ ફિલ્મને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.આ દરમિયાન, અન્ય એક સમાચાર સામે આવી રહ્યા છે કે ફિલ્મના 25 વર્ષ પૂર્ણ થવા પર, બી પ્રાક તેના પ્રખ્યાત ગીત ‘તુઝે યાદ ના મેરી આયી’ને ફરીથી બનાવવા જઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code