
રાજદ્રોહના કેસમાં ફસાયેલા શશિ થરુર અને રાજદીપસર એ સુપ્રીમ કોર્ટ પાસે માંગી મદદ
- શશિ થરુર અને રાજદીપએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા
- રાજદ્રોહ કેસ મામલે કોર્ટ પાસે માંગી મદદ
દિલ્હીઃ-કોંગ્રેસના વરિષ્ટ નેતા ડો,શશી થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઈ દિલ્હી હિંસામાં વિરોધ પ્રદર્શન કરનારની મોત અને હિંસા ભડકાવવાના મામલે તેમના સામે અનેક રાજ્યોમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. શશી થરૂર અને રાજદીપ સરદેસાઈએ હવે પોતાની મદદ માટે કોર્ટના શરણે આવવુ પડ્યું છે.
પ્રજાસત્તાક દિવસ પર કિસાન ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઈ પક અનેક લોકોને ઉશ્કેરવા તેમજ હિંસા ભડકાવવાના આરોપ હેઠળ કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા છે.ત્યારે હવે આ બંને નેતાઓએ પોતાના બચાવ પક્ષ મામલે સુપ્રીમ કોર્ટના દકરવાજા ખટખટાવ્યા છે.
કોંગ્રેસના નેતાઓ શશી થરૂર, રાજદીપ સરદેસાઈ ઉપરાંત વરિષ્ઠ પત્રકારો મૃણાલ પાંડે, ઝફર આગા, પરેશનાથ, અનંતનાથે પણ તેમની સામે દાખલ થયેલા કેસને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે.
અભિજિત મિશ્રા નામની વ્યક્તિની ફરિયાદ પર ઉત્તર પ્રદેશ પોલીસે નોએડાના સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં શશી થરૂર સહિત સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એફઆઈઆરમાં જણાવાયું છે કે આ નામાંકિત લોકોએ 26 જાન્યુઆરીએ ખોટી પોસ્ટ કરી હતી અને રમખાણો ભડકાવવાનું કાવતરું ઘડ્યું હતું.
ફરિયાદીએ જણાવ્યું છે કે 26 જાન્યુઆરી 2021 ના રોજ ઇરાદાપૂર્વક કરવામાં આવેલા તોફાનોથી મને ખૂબ દુ .ખ થયું છે. આ લોકોએ એક ષડયંત્ર હેઠળ આયોજિત હુલ્લડ ચલાવવા અને જાહેર સેવકોની હત્યા કરવાના હેતુથી રાજધાનીમાં હિંસા અને રમખાણો કર્યા હતા.
સાહિન-