
રાજકુંદ્રા મામલે શિલ્પા શેટ્ટીને બહેને આપ્યું આશ્વાસન, કહ્યું, ‘આ સમય પણ પસાર થઈ જશે’
- શિલ્પા શેટ્ટીના સમર્થનમાં આવી બહેન સમીતા શેટ્ટી
- કહ્યું, આ સમય પણ જલ્દી વીતી જશે
મુંબઈઃ શિલ્પાએ તાજેતરમાં ત્રાટક યોગ પર એક વીડિયો શેર કર્યો હતો, જેના પર યુઝર્સે તેના પતિને લગતી ઘણી વાંધાજનક કોમોનેટેસ કરી હતી.ત્યારે હવે શમિતા શેટ્ટીનો બહેન શિલ્પા શેટ્ટીનું સમર્થન જોવા મળી રહ્યું છે.
તાજેતરમાં જ પોર્નોગ્રાફી મામલે એભિનેત્રી શિલ્પાના પતિ અને બિઝનેસ મેન એવા રાજકુંદ્રાની ઘરપકડ કરવામાં આવી છે,આ સાથએ જ તેમની કસ્ટડિના સમયમાં પણ વધારો કર્યો છે,જેથી પોલીસ આ મામલે બરાબર તપાસ કરી શકે, ત્યારે હવે અનેક લોકો અભિનેત્રી શિલ્પા શેટ્ટીને પોતાના પતિ રાજકુંદ્રાના કારણે ટ્રોલ કરી રહ્યા છે,આ સ્થિતિ વચ્ચે હવે શિલ્પાની બહેન સમિતા શેટ્ટી શિલ્પાના સમર્થનમાં આવી છે.
શિલ્પાની ફિલ્મ ‘હંગામા 2’ નું પોસ્ટર શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે ‘ડાર્લિંગ, આ સમય પણ પસાર થઈ જશે’. શિલ્પા શેટ્ટીને આવા સમયે આ બહેનના સંદેશા હિમ્મત મળી હતી જો કે ,શુક્રવારે મુંબઇ ક્રાઈમ બ્રાંચે શિલ્પા શેટ્ટીને પણ આ કેસથી સંબંધિત પૂછપરછ કરી છે.
શુક્રવારે ડિઝની હોટ સ્ટાર પર શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘હંગામા 2’ રિલીઝ થઈ તેજ દિવસે 27 જુલાઈએ રાજ કુંદ્રાની કસ્ટડી સુધી લંબાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં શમિતા શેટ્ટીએ બહેન શિલ્પાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર આ મેસેજ લખ્યો હતો.
હંગામા 2 નું પોસ્ટર શેર કરતાં શમિતાએ કેપ્શનમાં લખ્યું છે કે- ‘ ઓલ ઘ બેસ્ટ મારી ડાર્લિંગ મંકી,14 વર્ષ પછી રિલીઝ થયેલી તમારી ફિલ્મ હંગામા માટે… હું જાણું છું કે તમે આ માટે સખત મહેનત કરી છે… .આખી ટીમે કરી છે…. લવ યુ અને હંમેશાં તમારી સાથે છું. તમે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યા છો અને એક વસ્તુ જે હું સારી રીતે જાણું છું… તમે મજબૂત ઉભરી આવ્યા છો… .આ પણ પસાર થઈ જશે પ્રિય. આખી ટીમનેઓલ ઘ બેસ્ટ.