1. Home
  2. ગુજરાતી
  3. દબંગ-3ના શૂટિંગમાં શિવલિંગને ટેબલથી ઢાંક્યું, ભાજપે સલમાનખાન પર હિંદુ ભાવનાના અપમાનનો લગાવ્યો આરોપ
દબંગ-3ના શૂટિંગમાં શિવલિંગને ટેબલથી ઢાંક્યું, ભાજપે સલમાનખાન પર હિંદુ ભાવનાના અપમાનનો લગાવ્યો આરોપ

દબંગ-3ના શૂટિંગમાં શિવલિંગને ટેબલથી ઢાંક્યું, ભાજપે સલમાનખાન પર હિંદુ ભાવનાના અપમાનનો લગાવ્યો આરોપ

0
Social Share

મધ્યપ્રદેશના ખરગોનના ધાર્મિક સ્થાન મહેશ્વરમાં ફિલ્મ દબંગ-3ના શૂટિંગ દરમિયાન શિવલિંગ પર લગાવવામાં આવેલા ટેબલને હટાવ્યા બાદ પણ મામલો શાંત લેવાનું નામ લઈ રહ્યો નથી. ભાજપે સલમાન ખાન પર શાબ્દિક હુમલો કરતા હિંદુઓની ભાવનાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે.

બુધવારે સાંજે સલમાન ખાને ખુદ સામે આવીને મામલા પર સ્પષ્ટીકરણ આપ્યું અને જણાવ્યુ કે શિવલિંગની સુરક્ષા માટે બોક્સ લગાવવામાં આવ્યું હતું. હું ખુદ મોટો શિવભક્ત છું, તમે શૂટિંગ કરવા દેવા ઈચ્છતા નથી, તો તાત્કાલિક પેકઅપ કરીને ચાલ્યો જઈશ.

હાલ મહેશ્વરમાં સલમાન ખાનની ફિલ્મ દબંગ-3 ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. તે વખતે બુધવારે સોશયલ મીડિયા પર એક તસવીર અને વીડિયો વાઈરલ થયો હતો. જેમાં શિવલિંગને ટેબલથી ઢાંકવામાં આવ્યું હતું. આ તસવીરોના વાયરલ થયા બાદ બપોર બાદ ટેબલને હટાવીલેવામાં આવ્યું અને મોડી સાંજે સલમાન ખાનને સ્પષ્ટીકરણ આપવું પડયું હતું.

શિવલિંગની સુરક્ષામાં લગાવવામાં આવેલા તખ્તને હટાવાયા બાદ પણ ભાજપે સલમાન ખાનની ગુસ્તાખી સામે પોતાનું આક્રમક વલણ યથાવત રાખ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. હિતેશ વાજપેયીએ ગુરુવારે ટ્વિટ કરીને કહ્યુ છે કે ખાન સાહેબ, વંદેમાતરમ કહેવાથી જ્યારે તમારો ધર્મ ખતરામાં આવી જાય છે, ત્યારે તમે કેવી રીતે વિચાર્યું કે તમે 12 જ્યોતિર્લિંગોમાંથી એક ઓંકારેશ્વર-મહેશ્વર પહોંચીને શિવલિંગ પર ચારપાઈ બિછાવીને તેના ઉપર નાચશો.

ભાજપના નેતાએ વધુ એક ટ્વિટ કરીને કોંગ્રેસના નેતાઓને સવાલ કરતા લખ્યું છે કે શું કમલનાથ અને દિગ્વિજયસિંહ જણાવશે કે આ અપવિત્ર હિંદુત્વ વિરોધી કાર્યને તેમનું સમર્થન છે? જો નહીં તો હિંદુઓની ભાવનાઓને આહત કરવાની આ કોશિશ નથી? શું મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી આ ગુનાહીત કૃત્યને ધ્યાનમાં લેશે જેનાથી એક વર્ગને ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?

મહત્વપૂર્ણ છે કે બુધવારે સવારે મહેશ્વરમાં ચાલી રહેલા દબંગ-3ના શૂટિંગ દરમિયાન સોશયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વીડિયો વાઈરલ થયા હતા. જેમાં શિવલિંગ પર તખ્ત લગાવીને લોકોને નાચા અને શિવલિંગની પાસે અયોગ્ય રીતે બેઠેલા દર્શાવવામાં આવ્યા હતા. આ તસવીરોના આધારે લોકોએ શૂટિંગનો વિરોધ પણ કર્યો હતો. મામલાએ તૂલ પકડતા શિવલિંગ પર લગાવવામાં આવેલા ટેબલને હટાવી લેવામાં આવ્યું હતું.

સલમાન ખાનનો ઈન્દૌર સાથે સંબંધ છે. તેને મુખ્યપ્રધાન કમલનાથ દ્વારા ઈન્દૌરની આસપાસના વિસ્તારમાં શૂટિંગ કરવાના આગ્રહને ટાંકતા કહ્યુ હતુ કે કમલનાથના આગ્રહ પર જ મહેશ્વરની પસંદગી કરી છે. મારા દાદા અહીં પોલીસ અધિકારી રહ્ય છે, મારું ઘર સમજીને આવ્યો છું. હું સોશયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યો છું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code