![ભારત-પાકિસ્તાન ટી-20 મેચ શરુ થાય તે પહેલા જ ખેલાડિઓમાં ટ્વિટર જંગ -શોએબ અખ્તર અને હરભજન સિંહ વચ્ચે છેડાઈ ટ્વિટર જંગ](https://www.revoi.in/wp-content/uploads/2021/10/418.jpg)
ભારત-પાકિસ્તાન ટી-20 મેચ શરુ થાય તે પહેલા જ ખેલાડિઓમાં ટ્વિટર જંગ -શોએબ અખ્તર અને હરભજન સિંહ વચ્ચે છેડાઈ ટ્વિટર જંગ
- ભારત પાકિસ્તાનની મેચ પહેલા ભારત પાકનું ટ્વિટર વોર
- શોએબ અખ્તર અને હરભજન સિંહ ટ્વિટર પર સામસામે
દિલ્હીઃ દેશભરના ક્રિકેટ પ્રેમીઓ ભારત -પાકિસ્તાન વચ્ચે રમાનારી ટી 20 વર્લ્ડકપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 શરૂ થઈ ચૂક્યો છે. હાલમાં, ગ્રુપ-એ અને ગ્રુપ-બીની મેચો રમાઈ રહી છે અને ત્યાર સુપર -12 ની મેચો રમાશે. ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી પોતાની યાત્રાની શરૂઆત કરશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 ના વર્લ્ડકપ બાદ ભારત અને પાકિસ્તાનની ટીમો આંતરરાષ્ટ્રીય મેચમાં એકબીજા સામે ટકરાશે. ભારત-પાકિસ્તાન મેચ માટે ક્રિકેટ પ્રેમીઓ અને ટીમના ખેલાડીઓ પહેલેથી જ તૈયાર છે, આ સાથે જ ભારતના વરિષ્ઠ સ્પિનર હરભજન સિંહ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર શોએબ અખ્તર ટ્વિટર પર ખુલ્લેઆમ લડી રહ્યા છે. ભજ્જીએ તાજેતરમાં જ કહ્યું હતું કે પાકિસ્તાને આ મેચ ન રમવી જોઈએ કારણ કે તેઓ ફરી એક વખત હારશે અને ફરીથી તેઓને નિરાશા મળશે.
With Mr. I know it all @harbhajan_singh in Dubai for a pre discussion about the mother of all competitions. #Dubai #Pakistan #India #worldcup pic.twitter.com/40VS5vEMqB
— Shoaib Akhtar (@shoaib100mph) October 16, 2021
ખરેખર વાત જાણે એમ છે કે, ભજીજીએ એમ કહ્યું કે વર્લ્ડ કપમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું જ નથી, પછી ભલે તે 50 ઓવરનો વર્લ્ડ કપ હોય કે ટી 20 વર્લ્ડ કપ હોય ભારતની જીત પાક્કી જ હોય છે, ભજ્જીના આ શબ્દો પાકિસ્તાની ખેલાડી અખ્તરને હજમ ન થયા, તેમણે ટ્વિટર દ્વારા તેમના પર સામે કટાક્ષ કર્યો હતો. ભજ્જી સાથે ફોટો શેર કરતા અખ્તરે ટ્વિટર પર લખ્યું, ” વિથ મિસ્ટર આઈ ક્નો ઈટ ઓલ ભજનસિંહ, દુબઇમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચર્ચા કરી રહ્યો છું.”
When u have 400 plus test wickets am sure you know more about cricket then someone with less then 200 wickets 🤗 🤦🏻♂️ https://t.co/jXvdiYLyoE
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 17, 2021
આવો જવાબ આવ્યા પછી ભજ્જી પણ ચૂપ બેસે તેમ તો નથી જ, શોએબને ભજીજીએ તેની ટેસ્ટ વિકેટ યાદ આપવાતા ટ્વિટર પર લખ્યું કે, અ, “જ્યારે તમારી પાસે 400 થી વધુ ટેસ્ટ વિકેટ હોય, ત્યારે એક વાત ચોક્કસ છે કે તમે ક્રિકેટ વિશે વધુ જાણો છો જેના ખાતામાં 200 થી ઓછી વિકેટ છે.”
ઉલ્લેખનીય છે કે ખેલાડી હરભજન સિંહ એ 417 ટેસ્ટ વિકેટ પોચાના નામ લીધી છે, જ્યારે શોએબ અખ્તરે 46 ટેસ્ટ મેચમાં માત્ર 178 વિકેટ લીધી છે. ક્રિકેટ મેદાન પર પણ આ બંને વચ્ચે ઘણો તણાવ રહ્યો છે. ત્યારે બન્ને દેશો વચ્ચેનું મેચ વોર શરુ થાય તે પહેલા જ બન્ને દેશના ખેલાડીઓ એ ટ્વિટર વોર શરુ કર્યું છે.બન્ને એક બીજાને શાબ્દીક ટક્કર આપી રહ્યા છે.