
આતંકીઓને ભંડળો પુરુ પાડવા બિટકોઈનનો ઉપયોગ -આ મામલે જમ્મુમાં 7 સ્થળો પર SIA ના દરોડા
- જમ્મુ કાશ્મીરમાં 7 સ્થળો એ SIAના દરોડા
- બિટકોઈનના માધ્યનથી આતંકીઓને ભંડોળ પુરુ પાડવાનો મામલો
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને ભઁડોળ પુરુ પાડવા માટે આઈએસઆઈ અનેક માધ્યમોનો ઉપયોગ કરતું આવ્યું છે ત્યારે હવે બિટકોઈનના ઉપયોગથી આતંકીઓને ભઁડોળ પુરુ પાડવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે આ મામલે વિતેલા દિવસને બુધવાર એસઆઈએ એ 7 સ્થળો પર દરોડા પાડીને આગળની તપાસ હાથ ઘરી છે.રાજ્ય તપાસ એજન્સીએ બુધવારે એક સાંઠગાંઠ શોધી કાઢી હતી અને જાણવા મળ્યું હતું કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ભંડોળ આપવા માટે બિટકોઈન વેપારનો ઉપયોગ કરી રહી છે.
આ મામલે પોલીસ અને CRPFના જવાનો સાથે મળીને SIAના જવાનોએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં અને જમ્મુ ક્ષેત્રના પુંછ જિલ્લામાં દરોડા પાડ્યા હતા. એક પોલીસે કહ્યું કે SIAએ પૂંછ, કુપવાડા ,બારામુલા સહીત સાત શકમંદોના ઘરોની તલાશી લીધી છે.
બિટકોઇન દ્વારા આતંકવાદી ભંડોળના આ કાવતરામાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં ડિજિટલ ઉપકરણો, સિમ કાર્ડ, મોબાઈલ ફોન અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. શ્રીનગરના કાઉન્ટર ઈન્ટેલિજન્સ પોલીસ સ્ટેશનમાં UAPA હેઠળ નોંધાયેલી FIRના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસમાં પુરાવા સામે આવ્યા છે કે લોકોના ખાતામાં પૈસા બિટકોઈન દ્વારા મોકલવામાં આવ્યા હતા જેથી પૈસા ક્યાંથી મળ્યા તે સરળતાથી જાહેર ન થઈ શકે. એક અધિકારી એ આ બાબતે જણાવ્યું કે આ મામલો બિટકોઈન વેપાર દ્વારા ટેરર ફાઇનાન્સિંગનો છે. “પ્રારંભિક તબક્કામાં જે વિગતોની તપાસ થઈ રહી છે તેમાં પાકિસ્તાનમાં એક માસ્ટરમાઇન્ડનો સમાવેશ થાય છે જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સક્રિય સમર્થન સાથે અને પ્રચાર સાથે મળીને કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
ગુપ્તચર એજન્સીઓ અને પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠનોના સમર્થનથી પોતાના એજન્ટોને પૈસા મોકલી રહ્યો છે. આ નાણાં જમ્મુ અને કાશ્મીરમાં સામૂહિક હિંસા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા કરાઈ રહ્યો છે ,કહેવામાં આવી રહ્યું છે કે હાલ પાકિસ્તાની માસ્ટરમાઇન્ડની ઓળખ થઈ ચૂકી છે, જો કે આગળની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે.