
સિક્કિમ સરકારનો નિર્ણય- વિદેશી પર્યટકો માટે રામમ સીમા ચેકપોસ્ટ ખોલવામાં આવશે
સિક્કિમ સરકારે ગ્રામીણ, ધાર્મિક અને સાહસિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત મ1લી માંર્ચથી વિદેશી પ્રવાસીઓ માટે રામમ સીમા ચેકપોસ્ટ ખોલવામાં આવશે .
પશ્ચિમ સિક્કિમ જિલ્લાના રામમ ચેકપોસ્ટથી વિદેશી પ્રવાસીઓને પ્રતિબંધિત ક્ષેત્ર પરમિટ એટલે કે આરએપી અને સંરક્ષિત ક્ષેત્ર પરમિટ એટલે કે પીએપી આપવામાં આવશે. હાલમાં આ બંને પરમિટો ફક્ત મેલી અને વારાંગપો ચેકપોસ્ટ પર જ આપવામાં આવે છે.જે હવે વિદેશી પ્રવાસીઓ માટે જારી કરવામાં આવશે. જેના કારણે હવે વિદેશી પ્રવાસીઓ અને અહી આવું સેહલું અને સરળ બનશે અને મોટી સંખ્યામાં લોકો સિક્કિમના વિસ્તારોની મુલાકાત લેવા માટે આકર્ષિત થશે..જેથી સિક્કિમ પર્યટનને મોટું પ્રોત્સાહન બળ પૂરું પડશે.
રાજ્ય સરકારના એક અધિકારીએ આ સમગ્ર બાબતને લઈને જણાવ્યું હતું કે હવે નેપાળથી આવતા પ્રવાસીઓને સિક્કીમમાં સીશે સીધી પ્રવેશ આપવામાં આવશે, તેમને હવે સિક્કિમમાં પ્રવેશ માટે પહેલા સિલિગુરી જવાની જરૂર પડશે નહિ.
-સાહીન