
કોરોનાની જંગમાં વધુ એક વેક્સિનનો સમાવેશ- સિંગલ ડોઝની સ્પુતનિક લાઈટ વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે મળી મંજૂરી
- કોરોનાની જંગમાં વધુ એક વેક્સિનનો સમાવેશ
- સ્પુતનિક લાઈટ વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી
દિલ્હીઃ- જ્યા દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર વર્તાઈ રહી છે ત્યા બીજી તરફ રસીકરણ પણ ઝડપી ચાલી રહ્યું છે ત્યારે હવે કોરોનાની જંગમાં વધુ એક વેક્સિનનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સિંગલ ડોઝ વાળી સ્પૂતનિક લાઇટ વેક્સીનને ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી છે. ડીસીજીઆઈ એ સ્પૂતનિક લાઇટને મંજૂરી આપતા હવે દેશમાં ઈમરજન્સીના ઉપયોગમાં તે લઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે સ્પુતનિક લાઈટ વેક્સિન સિંગલ ડોઝ વાળી વેક્સિન છે.કોરોનાની જંગમાં લેવામાં આવતી આ દેશની હવે 9 મી વેક્સિન છે.આ સમગ્ર બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વિતેલા દિવસને રવિવારના કોડ ટ્વિટ કરીને વેક્સિનના ઉપયોગ માટેની જાણકારી આપી છે.તેમણે કહ્યું કે આ દેશની 9 મી વેક્સિન છે જે કોરોનાની જંગમાં યુદ્ધ તરીકે કાર્ય કરશે, સાથે જ કોરાના સામેની જંગ વધુ મજબૂત બનશે.
ઉલ્લેખનીય છે કે રશિયાએ સ્તૂતનિક વી વેક્સિનના જે લાઇટ વર્જનને મંજૂરી આપી છે, તે વેક્સીન સિંગલ ડોઝમાં જ કોરોના વાયરસ સામે લડત આપશે. અત્યાર સુધી તેના માટે રસીના બે ડોઝ લગાવવા જરૂરી છે. કોરોના વાયરસ વિરૂદ્ધ સ્પુતનિક લાઇટ વર્ઝન 79.4 ટકા અસરકારક હોવાનો પણ દાવો કરાયો છે.જેની કિંમતની જો વાત કરીએ તો અંદાજે 730 રુપિયા છે