
અત્યાર સુધીમાં 8 લાખ ભક્તોએ ચારધામ યાત્રા કરી,લાખો અન્ય ભક્તોએ કરાવી નોંધણી
- આઠ લાખ લોકોએ કરી ચારધામની યાત્રા
- લાખો અન્ય ભક્તોએ કરાવી નોંધણી
દહેરાદૂન:અત્યાર સુધીમાં,દેશ-વિદેશમાંથી લગભગ આઠ લાખ શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડના ચાર ધામ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લીધી છે, જ્યારે લાખો અન્ય લોકોએ દર્શન માટે પોતાનું નામ નોંધાવ્યું છે.
અધિકૃત સૂત્રોએ અહીં જણાવ્યું હતું કે,મે મહિના માટે રજીસ્ટ્રેશન સ્લોટ પૂર્ણ થઈ ગયા છે. હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના દરવાજા પણ 22 મેથી ખુલી રહ્યા છે. તમામ યાત્રાધામોમાં વ્યવસ્થા જાળવવા માટે સરકારે યાત્રાળુઓની સંખ્યા નક્કી કરી છે.બદ્રીનાથ દર્શને જનારા ભક્તોની સંખ્યા પ્રતિદિન 16000, કેદારનાથ માટે 13000, ગંગોત્રી માટે 8000, યમુનોત્રી અને હેમકુંડ સાહિબ માટે 5000-5000 નક્કી કરવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તમામ તીર્થયાત્રીઓએ સુરક્ષિત યાત્રા કરવી જોઈએ, તે તેમની પ્રથમ પ્રાથમિકતા છે.
તે જ સમયે, બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રભારી, હરીશ ગૌરે જણાવ્યું હતું કે, શુક્રવાર રાત સુધી, ચારધામ પહોંચેલા શ્રદ્ધાળુઓની કુલ સંખ્યા 7,75,842 હતી, જે શનિવાર સુધીમાં 8 લાખથી વધુ થઈ જશે.