
તો આ બાળક માટે ન્યુટનનો ચોથો નિયમ કંઈક આવો છે
- કોરોના અને ન્યૂટનનો ચોથો નિયમ
- બાળકે કંઈક લખ્યું આવું
- લોકો પણ હસી-હસીને લોટપોટ
અમદાવાદ: દેશમાં એક સમય એવો હતો જ્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે કોલેજો અને સ્કૂલોને બંધ કરવી પડી હતી. અત્યારે પણ સમય એવો ફરીવાર આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કોરોનાને કારણે હવે ફરીવાર કેટલાક રાજ્યોમાં સ્કૂલો અને કોલેજોને બંધ કરવામાં આવી રહી છે.. આવામાં એક બાળક દ્વારા ન્યુટનના ચોથા નિયમને કોરોના સાથે સરખાવવામાં આવ્યો અને કંઈક એવું લખવામાં આવ્યું જેને જોઈને શિક્ષક પણ માથું ખંજવાળતા રહી ગયા.
બાળકની એક નોટને IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા શેર કરવામાં આવી છે. ફોટોમાં જોઈ શકાય છે કે લખનાર બાળકે પોતાની મરજી મુજબ એક નોટબુકમાં કોરોના મહામારી અને મહાન વૈજ્ઞાનિક ન્યૂટનના ચોથા નિયમને મજેદાર રીતે જોડતા લખ્યું છે. કોપી પર લખેલું છે કે, ‘જ્યારે કોરોના વધે છે ત્યારે શિક્ષણ ઘટે છે અને જ્યારે કોરોના ઘટે છે ત્યારે શિક્ષણ વધે છે. એટલે કે, કોરોના અભ્યાસના વિપરિત પ્રમાણસર છે.
‘कोविड काल’ का न्यूटन. pic.twitter.com/5kZRckVBhP
— Awanish Sharan (@AwanishSharan) January 4, 2022
વિદ્યાર્થીએ આ નિયમને એક સૂત્ર દ્વારા સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે. હવે વિદ્યાર્થીનો આ ન્યૂટનનો નિયમ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આના પર IAS ઓફિસર અવનીશ શરણે પોતે કેપ્શનમાં લખ્યું, ‘કોવિડ સમયગાળાના ન્યૂટન’. અત્યાર સુધીમાં તેની પોસ્ટને 11 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે 1400થી વધુ યુઝર્સે તેને રીટ્વીટ કરી છે. ઘણા લોકોએ સ્ટુડન્ટના ન્યૂટન લો પર પોતાના ફીડબેક પણ આપ્યા છે.