1. Home
  2. ગુજરાતી
  3. તો આ છે યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટેની ટ્રીક
તો આ છે યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટેની ટ્રીક

તો આ છે યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટેની ટ્રીક

0
Social Share

આજના સમયમાં લોકોને પ્રખ્યાત થવાની તીવ્ર ઈચ્છા હોય છે, લોકો તેના માટે યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને તેનો ઉપયોગ જોરદાર કરતા હોય છે, લોકોને વિચાર પણ આવે છે કે કોઈક લોકોના મિલિયન અને લાખોમાં ફોલોવર્સ હોય છે પણ આ કેવી રીતે હોય છે. તો આ પાછળનું કારણ કઈક આવું હોય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને હેશટેગનો ઉપયોગ કરતા જોયા હશે. ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સ અથવા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએસર્સ તેમની પોસ્ટ્સમાં ઘણા હેશટેગ્સનો ઉપયોગ કરે છે. આ હેશટેગ્સના કારણે કન્ટેન્ટની રીત વધે છે અને વધુ યુઝર્સ સુધી પહોંચે છે.

AppyHigh અનુસાર, યુઝર્સ વધુ અસરકારક હેશટેગ્સ માટે હેશટેગ જનરેટ કરતી એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. AI આધારિત એક એપ અનુસાર, તેના યુઝર્સે એક મહિનામાં લગભગ 5 લાખ હેશટેગ સર્ચ કર્યા છે અને 300 મિલિયનથી વધુ હેશટેગ સજેશન જનરેટ કર્યા છે.

આવા પ્રકારની હેશટેગ જનરેટ એપ્સના ફીચરની મદદથી, યુઝર્સ તેમના કીવર્ડ્સ અથવા પોપ્યુલર કેટેગરી, ટ્રેન્ડિંગ હેશટેગ વિશે માહિતી મેળવે છે. આ પ્રકારની એપની મદદથી ક્રિએટર્સ માત્ર હેશટેગ જ સર્ચ કરી શકતા નથી. તેના બદલે, તે ફોટો સ્કેન કરીને સંબંધિત હેશટેગ્સ પણ જનરેટ કરી શકે છે.

પહેલા લોકો પાસે મનોરંજનના સાધનો જુજ પ્રમાણમાં હતા જ્યારે આજે માત્ર એક સ્માર્ટફોન જ કાફી છે. અને તેમા ઈન્ટરનેટ હોય એટલે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં થઈ જાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code