- મોટાપા છુપાવવા માંગો છો ?
- આ રીતે કરો કપડાની પસંદગી
- નહીં લાગો વજનદાર
વજનદાર મહિલાઓ જયારે પણ ગમે ત્યાં જાય છે, ત્યારે તેઓ આ બાબતથી ચિંતિત હોય છે કે તેઓ વધારે જાડા દેખાતા નથી ને. ઘણી વખત આવું પણ બને છે. વાસ્તવમાં દરેક કપડા દરેકને અનુકૂળ આવતા નથી. જો તમે માત્ર ટ્રેન્ડ જોઈને આવો ડ્રેસ પહેરો છો, તો એવું થઇ શકે છે કે,તમને તમારા મન મુજબ લૂક મળતો નથી અથવા તો તમે વધારે વજનવાળા દેખાઈ આવો છો.
વાસ્તવમાં આ પરિસ્થિતિ તે લોકો સાથે આવે છે જેઓ પોતાના બોડી શેપ મુજબ કપડાં પહેરવાનું જાણતા નથી. જો તમારું વજન વધારે છે, તો તમારે ખૂબ જ કાળજીપૂર્વક અને તમારા શરીરની રચનાને ધ્યાનમાં રાખીને કપડાં પહેરવા જોઈએ. એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, કેટલીક સરળ ફેશન ટિપ્સ, જેને અજમાવીને તમે તમારા મોટાપાને સરળતાથી છુપાવી શકો છો.
રંગની પસંદ સમજી વિચારીને કરો
કપડાનો રંગ તમારી બોડી શેપ મુજબ અસર કરે છે. જો તમે ખરેખર તમારા વધેલા વજનને છુપાવવા માંગો છો તો તમારે ડાર્ક અને બ્રાઇટ કલર્સ પહેરવા જોઈએ.એવામાં, તમે કાળા, જાંબલી, ભૂખરો, વાદળી, ડાર્ક ગ્રે શેડસના કપડાં પહેરી શકો છો.
ફિટિંગનું ખાસ ધ્યાન રાખો
જાડા લોકોએ પોતાની જાડાપણું છુપાવવા માટે કપડાંના ફિટિંગનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.તમારા માટે ખૂબ જ ટાઇટ કપડાં અને ખૂબ જ ઢીલા કપડાં બંને ખરાબ છે. તેથી એવા કપડાં પહેરો જે ન તો વધારે ટાઇટ હોય અને ન તો વધારે ઢીલા હોય.
મોટી પ્રિન્ટ વાળા કપડા ટાળો
કપડાં પહેરતી વખતે હંમેશા મોટી પ્રિન્ટ ટાળો. મોટી પ્રિન્ટ પહેરવાથી મોટાપા વધુ દેખાવાના આસાર આવે છે. તેથી, હંમેશા નાની પ્રિન્ટવાળા કપડાં પસંદ કરો. આ સિવાય જો તમે જીન્સ પહેરતા હોવ તો લાંબા ટોપ પહેરો. તમે આમાં બહુ વજનદાર દેખાશો નહીં. આ સિવાય હંમેશા અસ્તરની ડિઝાઇનમાં વર્ટીકલ રેખાઓ સાથે કપડાં પહેરો. તેનાથી તમે પાતળા અને ઊંચા દેખાશો.
પાતળી બોર્ડરવાળી સાડી
જો તમે સાડી પહેરવાનું પસંદ કરો છો, તો પછી સાડી સમજી વિચારીને પસંદ કરો. ભારે સાડી અને નેટ સાડી ક્યારેય ન પહેરો. માત્ર પાતળી બોર્ડરવાળી સાડી પસંદ કરો. આ સિવાય બ્લાઉઝ પર વધારે એક્સપેરીમેંટ ન કરો.