1. Home
  2. revoinews
  3. ગૅસ અને ઈંધણની કથિત કટોકટી વિશે સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપૂર, જુઓ VIDEO
ગૅસ અને ઈંધણની કથિત કટોકટી વિશે સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપૂર, જુઓ VIDEO

ગૅસ અને ઈંધણની કથિત કટોકટી વિશે સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપૂર, જુઓ VIDEO

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 13 માર્ચ, 2026 – memes about alleged gas and fuel crisis અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વના અનેક દેશોમાં ગૅસ ઉપરાંત પેટ્રોલિયમ પેદાશોની અછતની સ્થિતિ ઊભી થઈ છે. દેખીતી રીતે ભારત પણ તેમાંથી બાકાત નથી. પરંતુ આવી સ્થિતિમાં પણ ભારતીયોની મજાક કરવાની વૃત્તિનો કોઈ જોટો જડે તેમ નથી.

છેલ્લા બે-ત્રણ દિવસથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મીમ્સ અને જોક્સ અને શાયરી જોવા મળે છે જેમાં ગૅસ અને પેટ્રોલની કથિત કટોકટીમાંથી આનંદ માણી લેવાની વૃત્તિ સ્પષ્ટ થાય છે.

એ સાથે જ જોકે, કેટલાક વાસ્તવિક સમાચાર પણ સતત આવી રહ્યા છે જેમાં રાષ્ટ્ર વિરોધી તત્વો રાંધણગેસના બાટલાનો ગેરકાયદે સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઊભી કરવા અને એ દ્વારા દેશમાં અસંતોષ ફેલાવવા માગે છે. આવો જ એક કિસ્સો ગઈકાલે ગુરુવારે ઉત્તરપ્રદેશમાં જોવા મળ્યો જેમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના એક નેતાના ઘરમાંથી રાંધણગેસના 55 બાટલા ઝડપાયા છે. એ જ પ્રમાણે મધ્યપ્રદેશમાં પણ બુધવારે એક નિવૃત્ત પ્રાધ્યાપકના ઘરમાંથી 50 બાટલા ઝડપાયા હતા. આવા લોકોને કારણે જ કેન્દ્ર સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકારોએ કડક વલણ અખત્યાર કરીને સંગ્રહખોરી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવા માગતા દેશ વિરોધી તત્વો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે.

કેવા કેવા મીમ્સ બનાવે છે લોકો?

લોકો ગૅસ અને પેટ્રોલની અછત વિશે જે મીમ્સ બનાવે છે તેમાં સાચી સ્થિતિનું પ્રતિબિંબ પાડવાને બદલે માત્ર મજાકનો આશય જોવા મળે છે.

જેમ કે એક વ્યક્તિએ જોક બનાવ્યો છે, //आज एक शादी का निमंत्रण आया है “उसमें लिखा है,

”प्रीतिभोज का समय सायं 7 बजे से गैस रहने तक, पहले आएं, पहले खाएं”//

એ જ રીતે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ કપડાંની ઈસ્ત્રી ઉપર રોટલી શેકી રહ્યો છે. જુઓ…

તો અન્ય એક મીમ પ્રેમિકાને પ્રપોઝ કરવા વિશેની છે.

memes about alleged gas and fuel crisis
memes about alleged gas and fuel crisis

કેટલાક મીમ્સ રાજકીય કટાક્ષના પણ છે, જેમ કેઃ

memes about alleged gas and fuel crisis
memes about alleged gas and fuel crisis
memes about alleged gas and fuel crisis
memes about alleged gas and fuel crisis

જોકે, બીજી તરફ વર્તમાન સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરનારા તત્વો પણ છે જેઓ સંગ્રહખોરી કરીને અન્ય નાગરિકોનું જીવન મુશ્કેલ બનાવી રહ્યા છે. જુઓ…

આ સ્થિતિમાં છેલ્લે થોડું રિયાલિટી ચેક પણ કરવું જોઈએ. જુઓ વીડિયો…

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code