
હિજાબ મુદ્દે કેટલાક લોકો તણાવ બનાવી રાખીને ભારતની છબીને નુકસાન પહોંચાડી રહ્યાં છેઃ સુશીલકુમાર મોદી
પટણાઃ હિજાબ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા બાદ ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે, ડ્રેસવાળા કોડવાળા શિક્ષણ સંસ્થાનોમાં વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરેને બદલે સંસ્થાના નિયમોનું પાલન કરવા માટે કર્ણાટક હાયકોર્ટની ત્રણ સભ્યની ખંડપીઠનો નિર્ણય યોગ્ય છે.
તેમણે કહ્યું કે, હાઈકોર્ટએ પણ સ્પષ્ટ કર્યું છે કે, હિજાબ પહેરવો ઈસ્લામનો મૂળ હિસ્સો નથી. ડ્રેસકોડવાળી શૈક્ષણિક સંસ્થાઓની બહાર કોઈ પણ ધાર્મિક પોશાક પહેરી શકાય છે. હિજાબ પહેલા ધર્મનિરપેક્ષ ન્યાયપાલિકાએ ત્રણ તલાક અને તલાક લેનારી મહિલાઓના ભરપોષણ સહિતના મુદ્દા ઉપર ઐતિહાસિક નિર્દેશ આપ્યાં છે. આ તમામ આદેશમાં ઈસ્લામની મળ ભાવનાઓની રક્ષા કરાઈ છે.
હવે હાઈકોર્ટના ફેસલાને સ્વીકારીને તમામ વર્ગોની વિદ્યાર્થિનીઓએ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવું જોઈ અને કર્ણાટક સહિત સમગ્ર દેશમાં સારો સંદેશ આપવો જોઈએ. કર્ણાટકના હાઈકોર્ટના આદેશમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે તેમની અસલી મંશા આ મુદ્દે તણાવ બનાવી રાખીને ભારતની છબી ખરબ કરવાનો છે. તેમને ઈસ્લામની મૂળ ભાવના અને છોકરીઓના ઉચ્ચ શિક્ષા માટે અનુકૂળ મહૌલ બનાવવામાં કોઈ રસ નથી.
કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબનો મુદ્દો ઉભો થયો હતો આ સમગ્ર મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં અરજદાર મુસ્લિમ વિદ્યાર્થિનીઓ અને સરકાર દ્વારા લંબાણપૂર્ણકની રજૂઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ રજૂઆતને ધ્યાનમાં રાખીને હિજાબને લઈને આદેશ કર્યો હતો. જેની સામે કેટલાક મુસ્લિમ નેતાઓ અને સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે અરજદાર વિદ્યાર્થિનીઓએ હિજાબ મુદ્દે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો હતો.